ગામડામાંથી શહેરમાં આવી 'ગંદી બાત'ની પાંચમી સીઝન

05 October, 2020 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગામડામાંથી શહેરમાં આવી 'ગંદી બાત'ની પાંચમી સીઝન

‘ગંદી બાત’નું પોસ્ટર

આ વીકમાં રિલીઝ થનારી એકતા કપૂરની મોસ્ટ અવેઇટેડ વેબ ફ્રૅન્ચાઇઝી ‘ગંદી બાત’ની જો કોઈ સૌથી મહત્ત્વની વાત હોય તો એ છે કે આ સીઝનથી એકતાએ રૂરલ ઇન્ડિયા છોડીને અર્બન ઇન્ડિયા અને યંગસ્ટર્સને ફોકસ કર્યા છે. ચાર એપિસોડની આ સીઝનના દરેક એપિસોડ અંદાજે એક કલાકના છે, જેમાં માત્ર ફિઝિકલ રિલેશનશિપ પર જ નહીં પણ પ્રેમ, આકર્ષણ, કમ્પેનિયનશિપ અને એકમેક પ્રત્યેના સંબંધોમાં રહેલી શ્રદ્ધાની વાત પણ કરવામાં આવી છે. ‘ગંદી બાત’માં જે ચાર સ્ટોરીનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં ‘મદહોશ મદન’, ‘હૅપી વૅલેન્ટાઇન્સ ડે’, ‘ગેમ ઑફ લવ’ અને ‘પિન્ટુ’સ ફાઇવ મિલ્યન ફૉલોઅર્સ’ છે.

ઇન્ડિયન વેબ-સિરીઝમાં સૌથી વધારે પૉપ્યુલર થયેલી કોઈ ફ્રૅન્ચાઇઝી હોય તો એમાં પહેલા નંબરે ‘ગંદી બાત’ આવે છે. આ જ વેબ-સિરીઝની છઠ્ઠી સીઝનનું કામ ઑલરેડી અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં આ છઠ્ઠી સીઝનને રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલે છે.

entertainment news web series zee5 ekta kapoor