‘તાજ : ડિવાઇડેડ બાય બ્લડ’ની બીજી સીઝન માટે થઈ જાઓ તૈયાર

21 April, 2023 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં અદિતિએ અનારકલીનો રોલ કર્યો હતો.

ઝીફાઇવ પર આ શો રિલીઝ થયો હતો અને એની સક્સેસ પાર્ટીનું આયોજન મેકર્સે કર્યું હતું.

અદિતિ રાવ હૈદરીની ‘તાજ :​ ડિવાઇડેડ બાય બ્લડ’ની બીજી સીઝનની જાહેરાત હાલમાં થઈ છે. આ સિરીઝમાં ધર્મેન્દ્ર, નસીરુદ્દીન શાહ, રાહુલ બોઝ, ઝરીના વહાબ, સંધ્યા મૃદુલ અને આશીમ ગુલાટી પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ શોમાં અદિતિએ અનારકલીનો રોલ કર્યો હતો. ઝીફાઇવ પર આ શો રિલીઝ થયો હતો અને એની સક્સેસ પાર્ટીનું આયોજન મેકર્સે કર્યું હતું. એમાં શોના તમામ કલાકારો હાજર હતા, પણ અકબરની ભૂમિકા ભજવનાર નસીરુદ્દીન શાહ હાજર નહોતા રહ્યા. એ દરમ્યાન એની બીજી સીઝનની જાહેરાત થઈ હતી. આ પાર્ટીમાં ધર્મેન્દ્રએ કહ્યું કે ‘આ સિરીઝમાં મારી ભૂમિકા ખૂબ નાની છે, પરંતુ મેં જ્યારે સાંભળ્યું કે એમાં મારો નાનો ભાઈ નસીરુદ્દીન શાહ પણ કામ કરે છે ત્યારે મેં તરત એમાં કામ કરવાની હા ભણી દીધી હતી. નાની સ્ક્રીન હવે મોટી બની ગઈ છે અને મને એ વાતની અતિશય ખુશી છે.’

entertainment news Web Series zee5 aditi rao hydari