મોનલ ગજ્જરનું આ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ, 7 જાન્યુઆરીએ ઝી5 પર રિલીઝ

27 December, 2020 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોનલ ગજ્જરનું આ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ, 7 જાન્યુઆરીએ ઝી5 પર રિલીઝ

પંકજ ત્રિપાઠી અને મોનલ ગજ્જર

પંકજ ત્રિપાઠીએ પોતાની સહેલી અભિનયથી એક્ટિંગની દુનિયામાં પોતાના માટે એક વિશેષ સ્થાન બનાવ્યું છે. પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) હવે સલમાન ખાન (Salman Khan)નિર્માતા ફિલ્મ 'કાગઝ' (Kaagaz)માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જે 7 જાન્યુઆરીએ ઝી5 પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું નિર્દેશન સતીશ કૌશિકે (Satish Kaushik) કર્યું છે. આ ફિલ્મમાં ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર (Monal Gajjar) પર જોવા મળશે, તે સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા કાગઝ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ગુરૂવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

પંકજ ત્રિપાઠી અને મોનલ ગજ્જર સિવાય આ ફિલ્મમાં મીચા વશિષ્ઠ, અમર ઉપાધ્યાય અને સતીશ કૌશિક પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં પંકજ ભરત લાલ મૃતક નામનો રોલ ભજવી રહ્યા છે, જેને કાગળમાં મૃત સાબિત કરી દીધો છે અને તે પોતે જીવંત રહેવાની લડાઈ લડી રહ્યા છે. જીવંત માણસને મારનારી સિસ્ટમ વિરૂદ્ધ તેઓ 18 વર્ષ લાંબી લડાઈ લડે છે. કાગઝની વાર્તા સાચી ઘટનાઓથી પ્રેરિત છે. ટ્રેલર રસપ્રદ છે અને ભરત લાલ મૃતકની વ્યથા અને સંઘર્ષનો ખુલાસો કરે છે.

ટ્રેલર રિલીઝ કરવા માટે વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સમાં ડિરેક્ટર સતીશ કૌશિકે જણાવ્યું કે આ ફિલ્મનું બીજારોપણ 20 વર્ષ પહેલા 2000માં થયું હતું, જ્યારે તેઓ દિલ્હીમાં કુછ કહેના હૈની શૂટિંગ કરી રહ્યા હતા. તેમણે શૂટિંગ બ્રેકના દરમિયાન અખબારની ક્લિપિંગમાં લાલ બિહારી મૃતકની વાર્તા વાંચી અને તેઓ હચમચી ગયા. 2003માં એમણે એના રાઈટ્સ ખરીદી લીધા હતા. આ ફિલ્મ માટે તેઓ ઘણા લોકો પાસે ગયા. ભરત લાલ મૃતકની જેમ મારી લડાઈ પણ 18 વર્ષો સુધી ચાલી. હવે સલમાન ખાને પણ આ ફિલ્મનો સપોર્ટ કર્યો છે.

પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે જ્યારે આ ફિલ્મનું બીજારોપણ થયું, ત્યારે તેઓ એનએસડીમાં અભ્યાસ કરી રહ્યા હતા અને ફિલ્મના પાત્રની જેમ તેમનો સંઘર્ષ પણ 18 વર્ષ લાંબો છે. ફિલ્મમાં સતીશ કૌશિક વકીલનો રોલ ભજવી રહ્યા છે. સતીશે જણાવ્યું કે પહેલા આ રોલ બ્રિજેન્દ્ર કાલા કરવાના હતા, પરંતુ એમની ડેટ્સની સમસ્યા થયા બાદ તેમણે જાતે જ એ રોલ સ્વીકારી લીધો. પહેલા ફિલ્મનું નામ 'મૈં જિંદા હૂ' રાખવામાં આવ્યું હતું. સતીશ એનએસડીમાં પંકજના સીનિયર છે. ફિલ્મ ઝી5 સાથે ઉત્તર પ્રદેશના કેટલાક થિયેટરોમાં પણ રિલીઝ થશે.

pankaj tripathi Salman Khan satish kaushik web series entertainment news bollywood bollywood news