‘ટૂથ પરી’માં વૅમ્પાયર બની તિલોત્તમા શોમ

07 April, 2023 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો વીસ એપ્રિલે સ્ટ્રીમ થશે

તિલોત્તમા શોમ

તિલોત્તમા શોમ હવે નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘ટૂથ પરી : વેન લવ બાઇટ્સ’માં મીરાનું પાત્ર ભજવતી જોવા મળશે. આ શો વીસ એપ્રિલે સ્ટ્રીમ થશે. આ શોમાં તે એક વૅમ્પાયર હોય છે. તે તેની લાઇફમાં ખૂબ જ સંતુષ્ટ હોય છે અને તે હ્યુમન બ્લડથી દૂર રહેવા અને મનુષ્ય સાથે કોઈ કૉન્ટૅક્ટ રાખવા નથી માગતી. મનુષ્યની વચ્ચે કેવી રીતે રહેવું એ માટે તે નવા વૅમ્પાયરને ટ્રેઇન કરતી હોય છે. આ વિશે તિલોત્તમાએ કહ્યું કે ‘નેટફ્લિક્સ મારા માટે એક ચૉક્લેટ ફૅક્ટરી જેવું છે. એ એકદમ સ્વીટ, બિટર, ક્રન્ચી, સૉલ્ટી અને સ્પાઇસી પણ છે. તેઓ મને મારી ઉંમર અનુસાર એકદમ અલગ-અલગ પાત્રોની ઑફર કરે છે. ‘ટૂથ પરી’ એવું જ એક પાત્ર છે. મીરા એક એવી વ્યક્તિ છે જે વૅમ્પાયર વર્લ્ડની હોવા છતાં પોતાને ચૅલેન્જ આપવાનું પસંદ કરે છે. આ પાત્ર મને તો પસંદ પડ્યું છે. આશા રાખું છું કે તમને પણ પસંદ પડે.’

entertainment news Web Series netflix tillotama shome