નેટફ્લિક્સના ઇઝરાયલી શોના ઇન્ડિયન વર્ઝનને સોની લિવ પર કરવામાં આવશે સ્ટ્રીમ

15 June, 2022 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુધીર મિશ્રા અને સચિન મમતા ક્રિષ્નને ‘ફૌદા’ના ભારતીય વર્ઝન ‘તનાવ’ માટે સ્ટ્રીમિંગ પાર્ટનર મળી ગયો

નેટફ્લિક્સના ઇઝરાયલી શોના ઇન્ડિયન વર્ઝનને સોની લિવ પર કરવામાં આવશે સ્ટ્રીમ

નેટફ્લિક્સના ઇઝરાયલી શો ‘ફૌદા’ના ઇન્ડિયન વર્ઝન ‘તનાવ’ને સ્ટ્રીમિંગ પાર્ટનર મળી ગયો છે. સુધીર મિશ્રા અને સચિન મમતા ક્રિષ્ન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલા આ શોને હવે સોની લિવ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ૨૦૧૭માં કાશ્મીર પર આધારિત આ શોની સ્ટોરી સ્પેશ્યલ કોવર્ટ ઓપ્ય યુનિટની છે. આ શોનું શૂટિંગ રિયલ લોકેશન પર સો દિવસ સુધી કરવામાં આવ્યું હતું જેમાં બાર એપિસોડ છે. આ વિશે સુધીર મિશ્રાએ કહ્યું કે ‘અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કેટલીક અદ્ભુત ઇન્ટરનૅશનલ સ્ટોરીને શોધી કાઢવામાં આવી છે જેને ઇન્ડિયન ઑડિયન્સ માટે રીમેક કરી શકાય છે. એક ફિલ્મમેકર તરીકે ‘તનાવ’ દ્વારા મને વિવિધ પાત્રોને સમજીને તેમને એક્સપ્લોર કરવાની તક મળી છે. આ એક ખરેખરી ઇન્ડિયન સ્ટોરી છે જેમાં ઍક્શન અને ડ્રામા છે, જેમાં હ્યુમન ઇમોશન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ‘તનાવ’ને લોકો સમજ રજૂ કરવા માટે હું આતુર છું. એને બહુ જલદી સોની લિવ પર લૉન્ચ કરવામાં આવશે.’
આ શોમાં માનવ વિજ, સુમિક કૌલ, રજમ કપૂર, શશાંક અરોરા, અરબાઝ ખાન, ઝરીના વહાબ, એકતા કોલ, વાલુચા ડિસોઝા, દાનિશ હુસેન, સત્યદીપ મિશ્રા, અર્સલાન ગોની અને શીન દાસ જેવા ઘણા ઍક્ટર્સ છે.

Web Series entertainment news