‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ની સ્ટોરી લાર્જર-ધૅન-લાઇફની સાથે રિયલ પણ છે: વિવેક ઑબેરૉય

19 November, 2022 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવેક ઑબેરૉયનું કહેવું છે કે રોહિત શેટ્ટીની વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ લાર્જર-ધૅન-લાઇફની સાથે રિયલ પણ છે.

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉયનું કહેવું છે કે રોહિત શેટ્ટીની વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ લાર્જર-ધૅન-લાઇફની સાથે રિયલ પણ છે. આ સિરીઝમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઑબેરૉય પણ દેખાવાનાં છે. આ ઍક્શન સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આવવાની છે. આ સિરીઝ વિશે વિવેક ઑબેરૉયે કહ્યું કે ‘રોહિત શેટ્ટીની લાર્જર-ધૅન-લાઇફની સ્ટોરી આમાં દેખાવાની તો છે, પરંતુ સાથે જ એમાં સ્પષ્ટરૂપે વાસ્તવિકતા પણ દેખાશે. ડિજિટલ પ્લૅટફૉર્મ માટે સિનેમાની પોતાની ભાષામાં તે પરિવર્તન લાવ્યો છે. રોહિતે જે પ્રકારે એને ભવ્યતાથી બનાવી છે એ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે.’
રોહિત શેટ્ટીના કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરતાં વિવેક ઑબેરૉયે કહ્યું કે ‘રોહિત શેટ્ટી આજે જે રીતે સફળ થયો છે એની પાછળ કામ માટેની તેની લાલસા છે. તે હંમેશાં સેટ પર પહેલો આવતો અને સૌથી છેલ્લે જતો હતો. તે જાતે જ શૉટ લેતો અને ઓટીટી માટે તેણે જાતે જ સિનેમાની વ્યાખ્યા ઘડી છે. તે પર્ફોર્મન્સિસમાં નવાપણું લાવે છે. આ ‘સિમ્બા’ અને ‘સિંઘમ’ કરતાં અલગ છે. એ વિશ્વની અખંડતાને તેણે પ્રામાણિકપણે જાળવી રાખી છે.’
પોલીસના રોલમાં વિવેક દેખાવાનો છે અને તેને ધ્યાનમાં રાખીને રોહિતે સ્ક્રિપ્ટ લખી હતી. એ વિશે વિવેક ઑબેરૉયે કહ્યું કે ‘હું જ્યારે તેને મળ્યો ત્યારે તેણે કહ્યું કે હું એક શો બનાવી રહ્યો છું, જેને ચાર વર્ષથી બનાવી રહ્યો છું. સાથે જ તેણે જણાવ્યું કે તેનાં દિમાગમાં પણ હું જ હતો. એ મારા માટે મોટી વાત હતી. તેણે મને એમ પણ કહ્યું કે ‘સ્ક્રિપ્ટ વાંચજે અને જો પસંદ પડે તો મને જણાવજે.’ મેં મારો ફીડબૅક આપ્યો. મને શો અને કૅરૅક્ટર ગમ્યાં. મેં એમાં થોડાં સૂચનો પણ દર્શાવ્યાં.’

bollywood news vivek oberoi