સૌંદર્યા શર્મા બની પોતાની સ્ટાઇલિસ્ટ

05 May, 2021 11:20 AM IST  |  Mumbai | Nirali Dave

એમએક્સ પ્લેયરની સિરીઝ ‘રક્તાંચલ’ની બીજી સીઝનમાં સૌંદર્યા શર્મા પૉલિટિશ્યનના રોલમાં

સૌંદર્યા શર્મા

‘મોસ્ટ સ્ટાઇલિશ દીવા’નો અવૉર્ડ મેળવનારી ઍક્ટ્રેસ સૌંદર્યા શર્મા ‘રક્તાંચલ 2’માં સરળ, ગ્લૅમર વગરના લુકમાં દેખાશે અને આ લુક માટે તેણે પોતે જ સ્ટાઇલ કરી છે. એમએક્સ પ્લેયરની ક્રાઇમ ડ્રામા સિરીઝ ‘રક્તાંચલ’ ૧૯૮૦ના ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની સત્યઘટના પર આધારિત છે, જ્યાં માફિયારાજ ચાલતું હતું. આ શોમાં બે ગૅન્ગસ્ટર વસીમ ખાન (નિકિતન ધીર) અને વિજય સિંહ (ક્રાન્તિ પ્રકાશ ઝા)ની દુશ્મનીની વાત છે. ‘રક્તાંચલ 2’માં વાર્તા આગળ વધીને ૯૦ના દાયકામાં પહોંચશે, જ્યાં સૌંદર્યા શર્મા પૉલિટિશ્યન રોલી રાય તરીકે જોવા મળશે. રોલી રાય એક સામાન્ય ઘરની છોકરી છે જે રાજકારણમાં આપમેળે જગ્યા બનાવે છે. સૌંદર્યા શર્માએ ફર્સ્ટ લુક શૅર કર્યો હતો જેમાં તે એકદમ સિમ્પલ લુકમાં છે અને આ લુક માટે તેણે જાતે જ પોતાને સ્ટાઇલ કરી છે. તે કહે છે, ‘મારો દેખાવ સિમ્પલ અને રોલ ઇન્ટેન્સ છે. મારું પાત્ર કેવું લાગશે એ વિશે મેકર્સે લુક વિચાર્યો હતો. હું ૯૦ના દાયકાની રાજકારણીના રોલમાં છું. મેં પણ મારા ઇનપુટ્સ મેકર્સ સાથે શૅર કર્યા હતા. રોલી રાયનો ફાઇનલ લુક મેં જ તૈયાર કર્યો છે.’

રિતમ શ્રીવાસ્તવ ડિરેક્ટેડ ‘રક્તાંચલ’માં ક્રાન્તિ પ્રકાશ ઝા, સૌંદર્યા શર્મા, નિકિતન ધીર, વિક્રમ કોચર, ચિતરંજન ત્રિપાઠી સહિતના કલાકારો છે.

entertainment news Web Series web series nirali dave