વરુણ ધવનની ‘સિટાડેલ’માં દેખાશે સિકંદર ખેર

13 April, 2023 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાં સમન્થા રૂથ પ્રભુ પણ દેખાવાની છે

સિકંદર ખેર

વરુણ ધવનની ‘સિટાડેલ’માં સિકંદર ખેર દેખાવાનો છે. ‘સિટાડેલ’ યુનિવર્સની આ હિન્દી ઓરિજિનલ શો છે. એમાં સમન્થા રૂથ પ્રભુ પણ દેખાવાની છે. આ શોને રાજ અને ડીકેની જોડી ડિરેક્ટ કરી રહી છે. પ્રોડક્શન ટીમનાં સૂત્રો પ્રમાણે સિકંદરની હાલમાં જ આ શો માટે પસંદગી કરવામાં આવી છે. હાલમાં જ મુંબઈમાં થયેલા અમેરિકન વર્ઝન ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં સિકંદરે પણ હાજરી આપી હતી. ‘સિટાડેલ’નું હિન્દી વર્ઝન સૌથી મોટો શો બનશે એવી મેકર્સને આશા છે. સિકંદરની એન્ટ્રીને લઈને તેના તરફથી કે પછી મેકર્સ તરફથી હજી સુધી કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં નથી આવી.

entertainment news web series varun dhawan sikander kher