શિલ્પા શિંદેનો રાણી મીરાવતી લુક જોઈ લો

09 November, 2020 06:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિલ્પા શિંદેનો રાણી મીરાવતી લુક જોઈ લો

શિલ્પા શિંદે

શિલ્પા શિંદે વેબ-શો ‘પૌરષપુર’માં રાણી મીરાવતીના પાત્રમાં જોવા મળવાની છે. આ શોમાં તેની સાથે મિલિંદ સોમણ, અનુ કપૂર, ફ્લોરા સૈની અને શાહીર શેખ પણ દેખાશે. આ શો ALTBalaji અને Zee5 પર સ્ટ્રીમ થવાનો છે. શો વિશે શિલ્પા શિંદેએ કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ સાથે જોડાઈને હું ખૂબ એક્સાઇટેડ છું. સાથે જ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ વિષય કદી દેખાડવામાં નથી આવ્યો. મારા પાત્રને ઘણાબધા શેડ્સ છે અને હું રાણી મીરાવતીના પાત્રને ભજવવા માટે ખૂબ ઉત્સાહિત છું. આ શોને લઈને હું અતિશય ખુશ છું. હું મારા ફૅન્સને એ આપવા માગું છું જેની તેમને અપેક્ષા છે. હું ‘પૌરષપુર’ એક એવો શો છે જેની મને ઇચ્છા હતી.’

entertainment news web series shilpa shinde alt balaji zee5