નાર્કોટિક્સની રાણી બેબી પાટણકર પર વેબ-સિરીઝ બનાવશે સંજય ગુપ્તા

14 January, 2022 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં નાર્કોટિક્સનું સામ્રાજ્ય ઊભું કરનાર બેબી પાટણકરના જીવનને વેબ-સિરીઝના માધ્યમથી સંજય ગુપ્તા દેખાડશે. ૧૦ પાર્ટની સિરીઝ બનાવવામાં આવશે.

નાર્કોટિક્સની રાણી બેબી પાટણકર પર વેબ-સિરીઝ બનાવશે સંજય ગુપ્તા

દેશમાં નાર્કોટિક્સનું સામ્રાજ્ય ઊભું કરનાર બેબી પાટણકરના જીવનને વેબ-સિરીઝના માધ્યમથી સંજય ગુપ્તા દેખાડશે. ૧૦ પાર્ટની સિરીઝ બનાવવામાં આવશે. સંજય ગુપ્તા આ સિરીઝ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે. બેબી પાટણકર ‘ધ મ્યાઉં મ્યાઉં ક્વીન’ તરીકે જાણીતી હતી. તે શરૂઆતમાં લોકોનાં ઘરનાં કામ કરતી હતી. તેના હસબન્ડે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યાર બાદ લોકોનાં ઘરમાં કામ કરવાની સાથે જ તે લોકોના ઘરે દૂધ પહોંચાડવાનું કામ કરતી હતી. આ રીતે તે સ્ટ્રગલ કરતાં-કરતાં એક દિવસ નાર્કોટિક્સની રાણી બની ગઈ. હાલમાં તેની લાઇફ પર સ્ટોરી લખાઈ રહી છે. એ શોને સંજય ગુપ્તાની સાથે સમિત કક્કડ પણ ડિરેક્ટ કરશે. એ સિરીઝ વિશે સંજય ગુપ્તાએ કહ્યું કે ‘હું યોગ્ય સ્ટોરી મળે એની રાહ જોઈ રહ્યો હતો. ક્રાઇમ તરફ મને હંમેશાં આકર્ષણ રહ્યું છે અને હું એને ખૂબ એન્જૉય પણ કરું છું. તેની સ્ટોરીને ભવ્યતાથી દેખાડવાની જરૂર છે. તે કઈ રીતે આગળ વધી અને ભારતમાં નાર્કોટિક્સનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેનો કેસ ૨૦૧૫થી ચાલી રહ્યો છે. તેના ઘરમાંથી ૧૨૦ કિલો MDMA પકડાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અમારી સ્ટોરીમાં કઈ રીતે તે પાવરમાં આવી, પુરુષો કઈ વસ્તુ લે છે એ વિશે માહિતી મેળવી, તેનો પોલીસ સાથેનો રોમૅન્સ અને કેવી રીતે રિલેશનમાં તેનું શોષણ થયું એ દેખાડવામાં આવશે. ડ્રગ્સના ધંધામાં તેના સ્પર્ધકે કઈ રીતે તેની સપ્લાય અટકાવી એ બાબતને પણ દેખાડવામાં આવશે. આવી રિયલ સ્ટોરીઝ હંમેશાંથી આકર્ષિત કરે છે.’

Web Series entertainment news