‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ’ બાદ લોકો મને એક ઍક્ટર તરીકે સિરિયસ્લી લેવા માંડ્યા છે : માનવી ગાગરુ

25 October, 2022 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માનવીએ કહ્યું કે ‘મને માત્ર ગર્લ-નેક્સ્ટ-ડોરના રોલ જ મળતા હતા

માનવી ગાગરુ

માનવી ગાગરુનું કહેવું છે કે ‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ’ બાદ લોકો મને એક ઍક્ટર તરીકે સિરિયસ્લી લેવા માંડ્યા છે. તેણે આ અગાઉ ‘ટ્રિપલિંગ’, ‘ઉજડા ચમન’ અને ‘શુભ મંગલ ઝ્‍યાદા સાવધાન’માં કામ કર્યું હતું. જોકે ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ’માં કામ કર્યા બાદ તેની કરીઅર પૉઝિટિવ દિશામાં આગળ વધી છે. એ વિશે માનવીએ કહ્યું કે ‘મને માત્ર ગર્લ-નેક્સ્ટ-ડોરના રોલ જ મળતા હતા, જ્યાં સુધી મને ‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ’માં કામ નહોતું મળ્યું. એથી મારી જાતને ગ્લૅમરસ અને ફૅશનેબલ દેખાડવાની હતી. આ શોમાં ભજવેલું પાત્ર મેં કદી નહોતું ભજવ્યું. અચાનક જ લોકો મને સિરિયસ્લી લેવા માંડ્યા અને એને કારણે સોશ્યલ મીડિયામાં ફૉલોઅર્સ પણ વધવા માંડ્યા. હાલના સમયમાં એ ખૂબ જરૂરી છે.’

તે હવે પોતાની પસંદગીના પ્રોજેક્ટમાં કામ કરી શકે છે, એ વિશે માનવીએ કહ્યું કે ‘મને હવે જે ઑફર્સ મળે છે એ ઇન્ટરેસ્ટિંગ હોય છે. મારી પાસે હવે એટલી આઝાદી છે કે હું મારી પસંદગી પ્રમાણે કામ કરી શકું છું. એને હું એક પ્રિવિલેજ કહીશ, કારણ કે અનેક ઍક્ટર્સ પાસે એ સવલત નથી હોતી. થોડાં વર્ષ અગાઉ મારી પાસે એ સવલત નહોતી. આશા છે કે આવું આગળ પણ ચાલતું રહે.’

entertainment news Web Series