Bard Of Blood નું ટ્રેલર રિલીઝ, જોવા મળશે ઈમરાન હાશ્મીનો દમદાર અંદાજ

23 January, 2020 04:11 PM IST  | 

Bard Of Blood નું ટ્રેલર રિલીઝ, જોવા મળશે ઈમરાન હાશ્મીનો દમદાર અંદાજ

નેટફ્લિક્સ ઈન્ડિયાની નવી વેબ સિરીઝ 'બાર્ડ ઓફ બ્લડ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝની છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. જેનું મુખ્ય કારણ સિરીઝ વિશે કોઈ પણ જાણકારી જાહેર કરવામાં આવી ન હતી. નેટફ્લિક્સ શાહરૂખ ખાન સાથે મળીને કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેના વિશે વાત કરવામાં આવી રહી હતી. આ વેબ સિરીઝને શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે પ્રોડ્યૂસ કરી છે. આ શાહરૂખ ખાન અને નેટફ્લિક્સ ઈન્ડિયા વચ્ચે પહેલો પ્રોજેક્ટ છે.

સિરીઝમાં ઈમરના હાશ્મી એક જાસૂસના રોલમાં જોવા મળશે. સ્પાઈ ડ્રામા અને જોરદાર એકશનથી ભરપૂર ટ્રેલરમાં ઈમરાન હાશ્મી તેના સાથીદારોને બચાવવા માટે એક મિશન પર જતા જોવા મળી રહ્યાં છે. આ વેબ સિરીઝમાં શાહરૂખ ખાન પણ જોવા મળી શકે છે કારણ કે નેટફલિક્સ પહેલા પણ શાહરુખ ખાન સાથે ઘણા ટીઝર શૅર કરી ચૂક્યુ છે જેમાં શાહરુખ ખાન પણ કોઈ કિરદારમાં જોવા મળી રહ્યાં છે.

શાહરુખ ખાનનો ઈમરાન હાશ્મી સાથેનો એક વીડિયો જાહેર કરાયો હતો. આ વીડિયોના કારણે સાફ થઈ ગયું કે, ઈમરાન હાશ્મી જે વેબ સિરીઝ વિશે આ તમામ ચર્ચા કરાઈ રહી હતી. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મી શાહરૂખ ખાનને કઈ રીતે ઈન્ટરોગેટ કરે છે. માનવામાં આવી રહ્યું છે કે, રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટના બેનરમાં બની રહેલી ફિલ્મને શાહરૂખ ખાન પ્રમોટ કરવામાં કોઈ કસર બાકી નથી રાખતા.

આ સિરીઝમાં ઈમરાન હાશ્મી સાથે મેડ ઈન હેવન એક્ટ્રેસ શોભિતા ધૂલિપાલા અને મુક્કાબાજ એક્ટર વિનીત કુમાર સિંહ પણ જોવા મળશે આ સિવાય રાજી એક્ટર રજિત કપૂર અને જયદિપ પણ આ વેબ સિરીઝનો ભાગ રહેશે. સિરીઝમાં ડ્રામાં સાથે એક્શન પણ જોવા મળશે. ઋભુ દાસગુપ્તા દ્વારા ડિરેક્ટર સિરીઝ 27 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ કરાશે.

emraan hashmi netflix gujarati mid-day web series