‘મની હાઇસ્ટ’ની પાંચમી સીઝન હિન્દીમાં પણ આવશે

05 May, 2021 11:22 AM IST  |  Mumbai | Rashmin Shah

નેટફ્લિક્સની મોસ્ટ પૉપ્યુલર એવી આ સ્પૅનિશ વેબ-સિરીઝ હમણાં હિન્દીમાં મૂકવામાં આવ્યા પછી એને મળેલા રિસ્પૉન્સને જોઈને પ્લૅટફૉર્મે હવે આવો નિર્ણય લીધો છે

‘મની હાઇસ્ટ’નું પોસ્ટર

નેટફ્લિક્સ પર છેલ્લાં ચાર વર્ષથી આવતી ‘મની હાઇસ્ટ’ની અત્યાર સુધીમાં ચાર સીઝન આવી ગઈ છે અને સપ્ટેમ્બર સુધીમાં એની ફાઇનલ સીઝન રિલીઝ થવાની છે ત્યારે નેટફ્લિક્સે નક્કી કર્યું છે કે હવે એ સીઝન હિન્દીમાં પણ મૂકવામાં આવે. ‘મની હાઇસ્ટ’ અત્યાર સુધી સ્પૅનિશ અને ઇંગ્લિશમાં જ હતી, પણ ચાર મહિના પહેલાં નેટફ્લિક્સે એ હિન્દી, ઉર્દૂ, અરેબિક અને એ સિવાયની પણ ચાર લૅન્ગ્વેજમાં ડબ કરાવી, જેને અભૂતપૂર્વ રિસ્પૉન્સ મળતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

‘મની હાઇસ્ટ’માં બૅન્ક-લૂંટની વાત છે. સર્ગિયો નામનો ક્રિમિનલ માઇન્ડ ધરાવતો એક એજ્યુકેટેડ એક ટીમ તૈયાર કરે છે અને એ ટીમ પાસે બૅન્ક-લૂંટ કરાવે છે. બૅન્ક-લૂંટની ખાસિયત એ છે કે એમાંથી યુરોની ચોરી કરવામાં નથી આવતી, પણ બૅન્ક લૂંટનારા યુરો છાપીને એ છપાયેલી નોટ લઈ જાય છે. ત્રીજી સીઝનમાં નૅશનલ બૅન્કમાં રહેલું સોનું ચોરવામાં આવે છે.

આ બન્ને ચોરી મજબૂરીથી થાય છે. હવે પાંચમી સીઝન રિલીઝ થશે, જે ફાઇનલ સીઝન છે અને એમાં અનેક સસ્પેન્સ ખૂલવાનાં છે. ‘મની હાઇસ્ટ’ વિશ્વની સૌથી પૉપ્યુલર વેબ-સિરીઝમાં ટૉપ-ફાઇવમાં છે.

entertainment news Web Series web series netflix Rashmin Shah