મિથિલા, કરણ અને ગર્લ્સ ગૉટ ટૅલન્ટ

22 January, 2020 02:01 PM IST  |  Mumbai

મિથિલા, કરણ અને ગર્લ્સ ગૉટ ટૅલન્ટ

મિથિલા પાલકર

 મિથિલા પાલકર આજે ડિજિટલ પ્લૅટફૉર્મ પર સ્ટારડમ ભોગવી રહી છે અને એમાં કોઈ મીનમેખ નથી, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે મિથિલાએ પોતાની કરીઅરની શરૂઆત યુટ્યુબથી કરી હતી. મજાની વાત એ છે કે જ્યાંથી કરીઅર શરૂ થઈ એ જ યુટ્યુબના પેઇડ પ્લૅટફૉર્મ યુટ્યુબ ઓરિજિનલના શો ‘ગર્લ્સ ગૉટ ટૅલન્ટ’માં હવે મિથિલા દેખાવાની છે અને એમાં મિથિલા સાથે બૉલીવુડના સૌથી સક્સેસફુલ ડિરેક્ટર કરણ જોહર સાથે આવવાની છે. નૅચરલી મિથિલા આ વાતથી અતિશય ખુશ છે અને તેની ખુશીનું એક નહીં, બે કારણ છે. એક, તે કરણ સાથે કામ કરશે જે તેનું નાનપણનું સપનું હતું અને બીજું કારણ, તે તેને જન્મ આપનારા યુટ્યુબ માટે કામ કરશે. એક તબક્કે યુટ્યુબ પરથી થતી ઇન્કમ મિથિલાની લાઇફમાં મહત્ત્વનો રોલ ભજવતી હતી, જ્યારે હવે એ જ યુટ્યુબે મિથિલાને પેમેન્ટ આપીને સાઇન કરી છે.

આ પણ જુઓઃ Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

મિથિલા પાલકર આ વર્ષે નેટફ્લિક્સની ફિલ્મ ‘ચૉપસ્ટિક’માં અને નેટફ્લિક્સની જ ‘લિટલ થિંગ્સ’ની ત્રીજી સીઝનમાં જોવા મળી હતી.

karan johar entertaintment