તાહિર, અમ્રિતા અને અમલા લઈને આવ્યાં ‘રંજિશ હી સહી’

28 December, 2021 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોને વૂટ સિલેક્ટ પર રજૂ કરવામાં આવશે

તાહિર રાજ ભસીન

તાહિર રાજ ભસીન, અમ્રિતા પુરી અને અમલા પૉલ વેબ-સિરીઝ ‘રંજિશ હી સહી’ લઈને આવ્યાં છે. આ શોને વૂટ સિલેક્ટ પર રજૂ કરવામાં આવશે. આ શોની સ્ટોરી ૧૯૭૦ના દાયકાની બૉલીવુડ પર આધારિત હશે. આ શોમાં તાહિર એક સ્ટ્રગલિંગ ડિરેક્ટર શંકરનું પાત્ર ભજવી રહ્યો છે. તેની પત્ની અંજુનું પાત્ર અમ્રિતા અને દિવા આમનાનું પાત્ર અમલા ભજવતી જોવા મળશે. શંકર આમનાના પ્રેમમાં પડે છે આથી તેની દુનિયામાં ઊથલપાથલ થઈ જાય છે. આ શોને પુષ્પદીપ ભારદ્વાજ ડિરેક્ટ કરશે અને મહેશ ભટ્ટ પ્રેઝન્ટ કરશે.

entertainment news Web Series web series tahir raj bhasin amrita puri