‘તનાવ’ દ્વારા તમે કાશ્મીરની ટ્રૅજેડીને સમજવાનો પ્રયાસ કરશો: ડિરેક્ટર સુધીર મિશ્રા

14 November, 2022 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોની લિવ પર દેખાડવામાં આવતી આ સિરીઝમાં અરબાઝ ખાન, માનવ વિજ, શશાંક અરોરા અને રજત કપૂર જોવા મળી રહ્યા છે.

તનાવ વેબ સિરીઝનું પોસ્ટર

ડિરેક્ટર સુધીર મિશ્રાનું કહેવું છે કે તેમની હાલમાં રિલીઝ થયેલી સિરીઝ ‘તનાવ’ દ્વારા લોકો કાશ્મીરની ટ્રૅજેડીને સમજવાનો પ્રયાસ કરશે. સોની લિવ પર દેખાડવામાં આવતી આ સિરીઝમાં અરબાઝ ખાન, માનવ વિજ, શશાંક અરોરા અને રજત કપૂર જોવા મળી રહ્યા છે. આ શો વિશે સુધીર મિશ્રાએ કહ્યું કે ‘આ શો બે દેશ વિશે નથી. ‘તનાવ’ કંઈ બે દેશ કે પછી બે ધર્મની સ્ટોરી નથી દેખાડતી, એને લઈને તો હું ખૂબ સાવચેતી રાખું છું. અમે કાશ્મીર પર આધારિત સ્ક્રીનપ્લે અને ડાયલૉગની સાથે એની શરૂઆત કરી હતી. મેં કાશ્મીરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને હું કાશ્મીરના લોકો તરફ દુર્લક્ષ નહોતો કરવા માગતો. વર્તમાનમાં સ્ક્રીન પર સતત જે સુંદર કાશ્મીરને દેખાડવામાં આવે છે એ એવું નથી. હા, એમાં પણ રાજકીય વિષય તો છે. હું મારી રાજનીતિ જાણું છું, પરંતુ હા, આ ભારતની તરફેણમાં શો છે. જોકે તમે એમાં કાશ્મીરમાં થયેલી ટ્રૅજેડીને જોવાનો પ્રયાસ કરશો કે જેમાં નિર્દોષ લોકોને વેઠવાનો વારો આવે છે.’

entertainment news sudhir mishra Web Series