ઍક્શન સીક્વન્સ દરમ્યાન આંખમાં ઈજા થઈ હતી ઈશા તલવારને

13 May, 2023 06:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેને આ સીક્વન્સ માટે બૉડી ડબલ આપવામાં આવી હતી, પરંતુ તેણે પોતાની ઍક્શન સીક્વન્સ જાતે જ કરવાનો આગ્રહ રાખ્યો હતો

ઈશા તલવાર

‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’ની ઍક્શન સીક્વન્સ દરમ્યાન ઈશા તલવારને આંખમાં ઈજા થઈ હતી. તેને આ સીક્વન્સ માટે બૉડી ડબલ આપવામાં આવી હતી, પરંતુ તેણે પોતાની ઍક્શન સીક્વન્સ જાતે જ કરવાનો આગ્રહ રાખ્યો હતો. હોમી અડાજણિયાનો આ શો ડિઝની+હૉટસ્ટાર પર દેખાડવામાં આવી રહ્યો છે. પોતાને થયેલી ઈજા વિશે વિસ્તારમાં જણાવતા ઈશાએ કહ્યું કે ‘અમે મીઠાના અગરમાં શૂટિંગ કરી રહ્યાં હતાં અને એ વખતે ખૂબ અંધારું હતું. એથી સ્ક્વીબ અચાનક મારી ડાબી આંખમાં ઘૂસી ગયું. મારી આંખ સૂઝી ગઈ હતી કે હું એને ખોલી પણ નહોતી શકતી. આંખ સૂઝેલી ન દેખાય અને એ સામાન્ય દેખાય એ માટે મેં ડબલ સુરમા લગાવ્યો હતો. કોઈ કહી ન શકે કે મને ઈજા થઈ છે. આમ છતાં હોમી અડાજણિયાએ મને કહ્યું કે તું બેસી જા અને ઍક્શન સીક્વન્સ ન કર, પરંતુ મેં જાતે જ એ સીન પૂરા કર્યા. મારો કો-ઍક્ટર દીપક ડોબરિયાલ મને બીજા દિવસે સ્પેશ્યલિસ્ટ પાસે લઈ ગયો અને આંખમાં કોઈ ગંભીર ઈજા તો નથી થઈ એ માટે બે ડૉક્ટર પાસે અમે ગયાં હતાં. આંખ નૉર્મલ થાય એ માટે મેં ત્રણ દિવસ અંધારામાં પસાર કર્યા હતા.’

entertainment news Web Series web series hotstar