સેક્સોલૉજિસ્ટ કુમુદ મિશ્રા ...

25 June, 2021 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોની લિવ પર રિલીઝ થનારી વેબ-સિરીઝને ઇમ્તિયાઝ અલી ક્રીએટ કરશે : ‘લૈલા મજનૂ’ ફેમ સાજિદ અલી આને ડિરેક્ટ કરવાના છે

ઇમ્તિયાઝ અલી, કુમુદ મિશ્રા

‘જબ વી મેટ’, ‘લવ આજકલ’ ફેમ ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી હાલ ઓટીટી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ઇમ્તિયાઝ અલી પ્રોડ્યુસર તરીકે સોની લિવ માટે એક રોમૅન્ટિક ડ્રામા સિરીઝ બનાવવાના છે જેનું ટાઇટલ હાલમાં ‘ડૉ. અરોરા’ રાખવામાં આવ્યું છે. ‘ડૉ. અરોરા’માં ઉત્તર પ્રદેશનું ૯૦ના દાયકાનું બૅકડ્રૉપ જોવા મળશે અને એમાં એક સૅક્સોલૉજિસ્ટની સ્ટોરી હશે. સેક્સ્યુઅલિટી જેવા ટેબુ સબ્જેક્ટને ઇમ્તિયાઝ અલી રમૂજી રીતે પેશ કરશે. આ સિરીઝમાં ‘સુલતાન’, ‘થપ્પડ’ અને ‘આરર્ટિકલ 15’ જેવી ફિલ્મો માટે જાણીતા ઍક્ટર કુમુદ મિશ્રા લીડ રોલ કરવાના છે, તો ડિરેક્ટર તરીકે સાજિદ અલી છે, જેમણે અગાઉ ‘લૈલા મજનુ’ ફિલ્મ ડિરેક્ટ કરી છે.

આ સિરીઝ ઇમ્તિયાઝ અલી અને તેમના ભાઈ આરિફ અલીએ લખી છે. ઉલ્લેખનીય છે કે ઇમ્તિયાઝ અલી પ્રોડ્યુસર તરીકે નેટફ્લિક્સની સિરીઝ ‘શી’ બનાવી ચૂક્યા છે અને આવનારા સમયમાં આ શોની બીજી સીઝન પણ રિલીઝ થશે. આ ઉપરાંત, ઇમ્તિયાઝ અલી એક સટાયર કૉમેડી સિરીઝ પણ બનાવવાના છે જેમાં ગજરાજ રાવ અને દિવ્યેંદુ શર્મા જોવા મળશે.

Web Series web series entertainment news imtiaz ali