વેબ-સિરીઝમાં એન્ટ્રી કરવાની છે ઇલિઆના ડિક્રુઝ

09 September, 2022 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું

ઇલિઆના ડિક્રુઝ

ઇલિઆના ડિક્રુઝ હવે વેબ-સિરીઝમાં એન્ટ્રી કરવાની છે એવું સાંભળવા મળ્યું છે. આ સિરીઝનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. ‘ધ ફેમ ગેમ’ની ડિરેક્ટર કરિશ્મા કોહલી એને ડિરેક્ટ કરશે. એવું કહેવાય છે કે એનો કન્સેપ્ટ હટકે રહેશે. અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ એને પ્રોડ્યુસ કરશે. અન્ય કલાકારોની માહિતી હજી સુધી નથી આપવામાં આવી. ઇલિઆના છેલ્લે ‘ધ બિગ બુલ’માં જોવા મળી હતી. આ વર્ષે તેની બે ફિલ્મો ‘તેરા ક્યા હોગા લવલી’ અને વિદ્યા બાલન સાથેની એક અનટાઇટલ્ડ ફિલ્મ રિલીઝ થવાની છે. ઇલિઆનાએ આ વેબ-સિરીઝ વિશે કંઈ માહિતી નથી આપી.

entertainment news Web Series web series ileana d cruz