એલ્વિશ યાદવને ગોલ્ડી બ્રારનો સપોર્ટ?

01 August, 2023 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એલ્વિશ હાલમાં ‘બિગ બૉસ ઓટીટી 2’માં જોવા મળી રહ્યો છે. તેની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી.

એલ્વિશ યાદવ

એલ્વિશ યાદવને હવે કૅનેડાસ્થિત ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રારનો સપોર્ટ મળ્યો હોવાની ચર્ચા છે. હાલમાં એક સ્ક્રીન શૉટ વાઇરલ થયો છે જેમાં ગોલ્ડીએ એલ્વિશને સપોર્ટ કરતાં સલમાન ખાન વિરુદ્ધ ઍક્શન લેવાની વાત કરી છે. એલ્વિશ હાલમાં ‘બિગ બૉસ ઓટીટી 2’માં જોવા મળી રહ્યો છે. તેની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી. જોકે તેની એન્ટ્રીથી ‘બિગ બૉસ’ની વ્યુઅરશિપ ખૂબ જ વધી ગઈ હતી. તેમ જ સોશ્યલ મીડિયા પર ફક્ત એલ્વિશની જ ચર્ચા છે. ‘વીકએન્ડ કા વાર’ પર સલમાન ખાને એલ્વિશ યાદવનો ક્લાસ લીધો હતો. એલ્વિશ શોમાં બેબિકા ધુર્વેના સોશ્યલ મીડિયા પર કેવી-કેવી કમેન્ટ આવે છે એ વિશે વાત કરી રહ્યો હતો. ત્યાર બાદ તેણે થોડા અપમાનજનક શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો અને સ્ટેટમેન્ટ પાસ કર્યાં હતાં. આ વાતને લઈને સલમાન ખાને તેમનો ક્લાસ લીધો હતો. જોકે એલ્વિશનો ક્લાસ લીધા બાદ તેના ફૅન્સ તેના સપોર્ટમાં આવ્યા હતા. ફક્ત છ કલાકની અંદર એક્સ (ટ્વિટર) પર એલ્વિશનાં ઘણાં હૅશટૅગ્સ ટ્રેન્ડ પર આવી ગયાં હતાં. આટલો મોટો સપોર્ટ આજ સુધી ​‘બિગ બૉસ’ની દુનિયામાં કોઈને નથી મળ્યો. જોકે તેના ફૅન્સની સાથે ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રારનો પણ તેને સપોર્ટ મળ્યો હોવાની ચર્ચા છે. ગોલ્ડી બ્રારના વાઇરલ થયેલા સ્ક્રીન શૉટમાં લખ્યું છે કે ‘બિગ બૉસમાં એલ્વિશ યાદવ સાથે જે ખરાબ વ્યવહાર થઈ રહ્યો છે એનો બદલો લેવાની જવાબદારી હું લઉં છું. એલ્વિશ ભાઈ તું સિસ્ટમ પર સિસ્ટમ કરતો રહે. સલમાનને તો હું જ મારીશ.’

Salman Khan Bigg Boss Web Series entertainment news