બ્લૅક વિડોઝ કોઈ સામાન્ય સ્ત્રીકેન્દ્રિત ડ્રામા નથી: સ્વસ્તિકા મુખરજી

24 November, 2020 07:23 PM IST  |  Mumbai | Nirali Dave

બ્લૅક વિડોઝ કોઈ સામાન્ય સ્ત્રીકેન્દ્રિત ડ્રામા નથી: સ્વસ્તિકા મુખરજી

બ્લૅક વિડોઝ

સ્ટ્રીમિંગ સર્વિસ ઝીફાઇવ પર ૧૮ ડિસેમ્બરે ‘બ્લૅક વિડોઝ’ નામની થ્રિલર સિરીઝ રિલીઝ થવાની છે, જે મૂળ ફિનલૅન્ડની આ જ નામની સિરીઝની રીમેક છે અને અત્યાર સુધી ઇન્ટરનૅશનલ લેવલે ૭ વખત એની રીમેક સિરીઝ બની ચૂકી છે. આ શોમાં એવી ત્રણ મહિલાઓની વાત છે જેઓ પોતાના પતિના ત્રાસથી કંટાળીને તેમનું મર્ડર કરી નાખે છે. તેમની જિંદગીમાં મોજ-મસ્તી ચાલુ થાય છે ત્યાં જ મર્ડરનું ઇન્વેસ્ટિગેશન શરૂ થાય છે! શોમાં મોના સિંહ, શમિતા શેટ્ટી, સ્વસ્તિકા મુખરજી, શરદ કેળકર, પરમબ્રતા ચટ્ટોપાધ્યાય, આમિર અલી, રાઇમા સેન વગેરે કલાકારો છે. ‘બ્લૅક વિડોઝ’ના ડિરેક્ટર બિરસા દાસગુપ્તા છે જેમણે અનુરાગ કશ્યપ સાથે ફિલ્મ ‘બ્લૅક ફ્રાઇડે’માં કામ કર્યું છે.

સિરીઝમાં ત્રણમાંથી એક મહિલા તરીકે ‘દિલ બેચારા’ અને ‘પાતાલ લોક’ ફેમ સ્વસ્તિકા મુખરજી છે. તેનું કહેવું છે કે ‘આ શોમાં ત્રણ વિધવા પોતાના નિયમો બનાવશે, પુરુષપ્રધાન સમાજને લલકારશે અને સ્વતંત્રતા મેળવીને રહેશે. આ શો કોઈ સામાન્ય સ્ત્રીકેન્દ્રિત ડ્રામા નથી જ્યાં સ્ત્રીઓ પોતાની સુરક્ષા માટે પુરુષો પર આધારિત હોય. અહીં ત્રણ પાવરફુલ સ્ત્રીઓની વાત છે જે પોતાના દુખદ ભૂતકાળ પર પૂર્ણવિરામ મૂકીને નવી જિંદગી શરૂ કરે છે.’

entertainment news web series zee5 mona singh shamita shetty swastika mukherjee