midday

વેબ-સિરીઝ રક્ત બ્રહ્માંડમાં જામશે અલી ફઝલ અને સમન્થાની કેમિસ્ટ્રી

25 July, 2024 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિત્ય રૉય કપૂર અને વામિકા ગબ્બી પણ એમાં જોવા મળશે
અલી ફઝલ અને સમન્થા રૂથ પ્રભુ

અલી ફઝલ અને સમન્થા રૂથ પ્રભુ

અલી ફઝલ અને સમન્થા રૂથ પ્રભુ પહેલી વખત સાથે જોવા મળે એવી શક્યતા છે. આ બન્ને વેબ-સિરીઝ ‘રક્ત બ્રહ્માંડ’માં દેખાવાનાં છે. આ શોમાં આદિત્ય રૉય કપૂર અને વામિકા ગબ્બી પણ લીડ રોલમાં છે. છ પાર્ટની આ સિરીઝનું શૂટિંગ મુંબઈમાં શરૂ થવાનું છે. એવું કહેવાય છે કે અલી આ સિરીઝમાં હટકે રોલમાં દેખાવાનો છે જેણે અગાઉ કદી પણ આવી ભૂમિકા નથી ભજવી. આ એક ફૅન્ટસી-ડ્રામા રહેશે. અલી હાલમાં તેના અન્ય પ્રોજેક્ટમાં પણ ખૂબ બિઝી છે. તે આ પ્રોજેક્ટની સાથે અન્ય શૂટિંગ પણ કરતો રહેશે. 

Whatsapp-channel
ali fazal samantha ruth prabhu web series entertainment news