22 August, 2023 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક બૅનરજી
અભિષેક બૅનરજી તેણે ભજવેલા કોઈ પણ કૅરૅક્ટરને ઇમોશનલી પોતાના પર હાવી નથી થવા દેતો. તે આયુષમાન ખુરાના સાથે ‘ડ્રીમગર્લ 2’માં જોવા મળવાનો છે. તેણે અનેક અલગ-અલગ રોલ કર્યા છે. તે થ્રિલર સિરીઝ ‘આખરી સચ’માં ભુવનના રોલમાં દેખાવાનો છે. એ રિયલ સ્ટોરી પર આધારિત છે. ડાર્ક કૅરૅક્ટર્સ પસંદ કરવા વિશે અભિષેક બૅનરજીએ કહ્યું કે ‘હું એક ઍક્ટર છું. હું મલ્ટિપલ પર્સનાલિટીઝના રોલ કરવામાં માનું છું. મારા અગાઉના ડાર્ક રોલ અનેક લોકોને ગમ્યા છે. એથી વિવિધ સ્ક્રિપ્ટ્સના એ રોલ ભજવવા એ મારો ફેંસલો છે. મને ક્રાઇમ-ડ્રામા પસંદ હોવાથી મેં ‘આખરી સચ’ને પસંદ કરી છે. મારો આ ફેવરિટ જોનર છે. આવનારા ભવિષ્યના ડાર્ક રોલની આ શરૂઆત છે અને એવા અનેક હજી જોવા મળશે. એને લઈને હું અતિશય એક્સાઇટેડ છું. હું કોઈ પણ પાત્રના ઇમોશનલ ભારણને ઘર સુધી નથી લઈ આવતો. આમ છતાં જો એ મારા પર હાવી થાય તો હું એને ક્યાંક બીચ પર કાં તો પહાડોમાં વેકેશન દરમ્યાન છોડી આવું છું.’