મારાં જૂનાં કપડાંમાં ફરી ફિટ થવું સારું લાગે છે : વામિકા ગબ્બી

10 June, 2023 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેઇટ ટ્રાન્સફૉર્મેશન વિશે વામિકાએ કહ્યું કે ‘વજન ઘટાડવાની પ્રોસેસ મેં સમજી-વિચારીને કરી હતી.

વામિકા ગબ્બી

વામિકા ગબ્બીનું કહેવું છે કે પોતાનાં જૂનાં કપડાંમાં ફરી ફિટ થવું તેને ખૂબ જ સારું લાગી રહ્યું છે. તેણે વેબ શો ‘જ્યુબિલી’ માટે દસ કિલો વજન વધાર્યું હતું, કારણ કે તેણે ૧૯૫૦ના દાયકાનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર બાદ તેણે ફરી પોતાનું વજન ઘટાડ્યું હતું અને પોતાના ઓરિજિનલ શેપમાં આવી ગઈ હતી. તે હવે ‘ચાર્લી ચોપડા ઍન્ડ ધ મિસ્ટરી ઑફ ધ સોલાંગ વૅલી’માં જોવા મળશે. તેના વેઇટ ટ્રાન્સફૉર્મેશન વિશે વામિકાએ કહ્યું કે ‘વજન ઘટાડવાની પ્રોસેસ મેં સમજી-વિચારીને કરી હતી. તેમ જ મારું ફોકસ ફિટ રહેવાનું હતું. ‘જ્યુબિલી’ માટે એ પિરિયડને ધ્યાનમાં રાખીને મારે વજન વધારવું પડ્યું હતું, કારણ કે એ સમયે લોકોની બૉડી ચોક્કસ પ્રકારની હતી. જોકે ત્યાર બાદ મેં એને ઘટાડી કાઢ્યું છે. મારે ભૂખ્યા નહોતું મરવું. મારી પાસે ફિટનેસમાં ટૅલન્ટેડ વ્યક્તિ હતા જેમણે એ વાતની ખાતરી રાખી હતી કે મને સારું ફૂડ મળે અને તેમ છતાં વજન ઊતરતું રહે. મારાં જૂનાં કપડાંમાં ફરી ફિટ થવાનું ખૂબ જ સારું લાગી રહ્યું છે.’

Web Series entertainment news