વિશ્વના સૌથી નાના સિંગર અબ્દુ રોજિક કરી રહ્યા છે લગ્ન, જાણો કોણ છે લકી ગર્લ

09 May, 2024 08:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`બિગ બોસ 16`થી નામના મેળવનાર સિંગર અબ્દુ રોજિક (Abdu Rozik) વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બાંધવા જઈ રહ્યા છે

અબ્દુ રોજિક

`બિગ બોસ 16`થી નામના મેળવનાર સિંગર અબ્દુ રોજિક (Abdu Rozik) વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બાંધવા જઈ રહ્યા છે. આ જાણકારી સેલિબ્રિટી ઈન્સ્ટાગ્રામ પેજ વિરલ ભાયાણીએ એક પોસ્ટ દ્વારા આપી છે. પોસ્ટમાં અબ્દુના લગ્નના સારા સમાચાર આપવામાં આવ્યા છે. તેમ જ લગ્નની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તે અમીરાત `શારજાહ`ની છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે. આ સમાચાર આવતા જ ચાહકો છોટે ભાઈજાનને અભિનંદન આપતા થાકતા નથી.

લગ્ન વિશે મોટું અપડેટ

ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, અબ્દુ રોજિકે (Abdu Rozik) પણ પોતાના લગ્નને લઈને મોટું અપડેટ આપ્યું છે. તેણે કહ્યું કે, “હું મારી આ ખુશી સામે અન્ય કોઈ વસ્તુની કલ્પના કરી શકતો નથી. હું મારી આ નવી સફર માટે ખૂબ જ આતુર છું.” રિપોર્ટ અનુસાર, અબ્દુના લગ્નની પુષ્ટિ તેની મેનેજમેન્ટ કંપની ઈન્ટરનેશનલ ફાઇટિંગ ચેમ્પિયનશિપ મેનેજમેન્ટ (IFCM) દ્વારા કરવામાં આવી છે. તેમના પ્રવક્તાએ કહ્યું કે, “અબ્દુ રોજિક તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અમે તેને શુભેચ્છા પાઠવીએ છીએ.”

ચાહકોએ આપ્યા અભિનંદન

બીજી તરફ છોટે ભાઈજાન (Abdu Rozik)ના લગ્નના સમાચાર આવતા જ ચાહકોમાં ખુશી છવાઈ ગઈ છે. ચાહકો તેને સતત અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન એક યુઝરે લખ્યું, “અભિનંદન, નાના ભાઈ.” અન્ય યુઝરે લખ્યું, “અબ્દુ રોજિકને લગ્ન માટે અભિનંદન.” આ રીતે સોશિયલ મીડિયા યુઝર્સ અબ્દુને અભિનંદન આપતા થાકતા નથી.

બિગ બોસ 16થી મળી નામના

તમને જણાવી દઈએ કે, અબ્દુ રોજિક રિયાલિટી શૉ બિગ બોસ દ્વારા પહેલીવાર લાઇમલાઇટમાં આવ્યો હતો. તેણે બિગ બોસની 16મી સીઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને ઘરના તમામ સભ્યોનો ફેવરિટ બની ગયો હતો. શોમાં તેમની અને શિવ ઠાકરેની મિત્રતા અદ્ભુત હતી. અબ્દુ ભલે આ શોનો વિજેતા ન હોય, પરંતુ તેણે દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ પછી તે ખતરોં કે ખિલાડી 13માં ગેસ્ટ તરીકે ભાગ લેતો જોવા મળ્યો હતો.

અબ્દુ રોઝિકની ‘બિગ બૉસ OTT 2’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

‘બિગ બૉસ 16’માં આવ્યા બાદ અબ્દુ રોઝિક હવે ‘બિગ બૉસ OTT 2’માં પણ દેખાવાનો છે. ‘બિગ બૉસ 16’ને કારણે તે સૌનો ફેવરિટ બની ગયો છે. તેણે સ્ટન્ટ પર આધારિત શો ‘ખતરોં કે ​ખિલાડી 13’માં પણ ભાગ લીધો હતો. હવે વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે તે ‘બિગ બૉસ OTT 2’માં જવાનો છે. અબ્દુ મુંબઈ આવી ગયો છે. ‘બિગ બૉસ OTT 2’ જીયો સિનેમા પર દરરોજ જોવા મળી રહ્યો છે. આ શોમાં આવીને અબ્દુ સૌનું મનોરંજન કરશે એમાં કોઈ બેમત નથી. શો વિશે અબ્દુએ કહ્યું કે ‘હું અતિશય ખુશ છું કે હું ‘બિગ બૉસ OTT 2’માં જવાનો છું અને ફરીથી સૌને એન્ટરટેઇન કરવાનો છું. ‘બિગ બૉસ OTT 2’ ખૂબ ટ્રેન્ડમાં છે. હું સૌની સાથે મારા ફેવરિટ ભાઈજાનને મળવા માટે પણ આતુર છું. તો સ્વાગત નહીં કરોગે હમારા?’

Salman Khan Bigg Boss television news entertainment news