પ્રાચી દેસાઈ અને દીપિકા સિંહ જોવા મળશે ‘બિગ બૉસ 16’માં?

03 August, 2022 05:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો માટે પહેલાં અર્જુન બિજલાણી, સાન્યા ઈરાની, શાઇની આહુજા અને દિવ્યાંકા ​ત્રિપાઠીનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની ચર્ચા હતી

દીપિકા સિંહ અને પ્રાચી દેસાઈ

‘બિગ બૉસ 16’માં હવે પ્રાચી દેસાઈ અને દીપિકા સિંહ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. આ શો બહુ જલદી શરૂ થવાનો છે. એનો સેટ પણ બની રહ્યો છે ત્યારે મેકર્સ દ્વારા સેલિબ્રિટીઝના કૉન્ટૅક્ટ કરવાની શરૂઆત કરી દીધી છે. આ શો માટે પહેલાં અર્જુન બિજલાણી, સાન્યા ઈરાની, શાઇની આહુજા અને દિવ્યાંકા ​ત્રિપાઠીનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. જોકે આ સાથે જ તેમણે હવે પ્રાચી દેસાઈ અને દીપિકા સિંહનો પણ સંપર્ક કર્યો છે. તેમની અને મેકર્સ વચ્ચે હવે વાતચીત ચાલી રહી છે. આ પહેલાં પણ પ્રાચીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે એ સમયે વાત આગળ નહોતી વધી. આ વખતે તેઓ શોનો પાર્ટ બને એવી સંભાવના છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં આ શો શરૂ થવાની સંભાવના છે.

entertainment news Bigg Boss Salman Khan colors tv prachi desai deepika singh