પંડ્યા સ્ટોરની ધરા શું કહે છે?

05 February, 2021 12:27 PM IST  |  Ahmedabad | Nirali Dave

પંડ્યા સ્ટોરની ધરા શું કહે છે?

પંડ્યા સ્ટોરની ધરા શું કહે છે?

સ્ટાર પ્લસ પર ચાલી રહેલા ‘પંડ્યા સ્ટોર’માં ધરાનું પાત્ર ‘સરસ્વતીચંદ્ર’ ફેમ અભિનેત્રી શાઇની દોશી ભજવી રહી છે. શાઇનીએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું કે ‘હું હમેશાં ‘પંડ્યા સ્ટોર’ જેવી વાસ્તવિકતા રજૂ કરતો શો કરવા માગતી હતી. ધરાનું કૅરૅક્ટર સિમ્પલ છે, રિલેટેબલ છે અને એમાં કોઈ ઓવર ધ ટૉપ ઍક્ટિંગ નથી. મળતાવડી અને ઉદાર હોવા ઉપરાંત તે સ્માર્ટ પણ છે. પોતાના પરિવારની ખુશી માટે તે જે બલિદાન આપે છે એ વાત દર્શકોને સ્પર્શી જવાની છે. આ શોમાં ધરા અને ગૌતમ સહિત દરેક પાત્રની બારીકાઈ પર કામ થયું છે. આ પહેલાં મેં જેટલા ટીવી-શો કર્યા છે એમાં કોઈ ખાસ વર્કશૉપ નથી થઈ, પણ આ શોમાં દરેક પાત્રનું નરેશન, ડાયલૉગ-ડિલિવરી વગેરે માટેની વર્કશૉપમાં દેવેન ભોજાણીએ અમને માર્ગદર્શન આપ્યું છે. શોની આખી ટીમ પોતાનું ૧૦૦ ટકા આપી રહી છે અને દર્શકો પણ અમને એટલો જ પ્રેમ આપશે એવી આશા છે.’ શાઇની પંડ્યા પોતે ગુજરાતી છે અને આ પાત્ર ગુજરાતી છે એટલે તેને માટે એ ભજવવું એકંદરે સરળ રહ્યું છે.

indian television television news