મારી ઍક્ટિંગ સ્કિલને વધુ નિખારવા માગું છું : રાઘવ જુયાલ

03 June, 2023 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાઘવ જુયાલ તેની ઍક્ટિંગ સ્કિલને વધુ નિખારવા માગે છે. તેની સલમાન ખાન સાથેની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થોડા સમય પહેલાં જ રિલીઝ થઈ છે.

રાઘવ જુયાલ

મારી ઍક્ટિંગ સ્કિલને વધુ નિખારવા માગું છું : રાઘવ જુયાલ

રાઘવ જુયાલ તેની ઍક્ટિંગ સ્કિલને વધુ નિખારવા માગે છે. તેની સલમાન ખાન સાથેની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થોડા સમય પહેલાં જ રિલીઝ થઈ છે. રાઘવ સારો ઍક્ટર તો છે જ પરંતુ સાથે તે ડાન્સમાં પણ અવ્વલ છે. તે ‘યુદ્ધરા’માં પણ દેખાવાનો છે. એના માટે તે બૉક્સિંગની ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. તે અનેક પ્રોજેક્ટ્સમાં પણ બિઝી છે. ઍક્ટિંગ પર વધુ ધ્યાન આપવા વિશે રાઘવ જુયાલે કહ્યું કે ‘મેં નક્કી કર્યું છે કે મારે મારી ઍક્ટિંગને ખૂબ ગંભીરતાથી લેવાની છે. હું ઇન્ડસ્ટ્રીની બહાર નથી ગયો, પરંતુ મારા ક્રાફ્ટને નિખારવા પર ધ્યાન આપી રહ્યો છું. હું હંમેશાંથી જ ઍક્ટિંગ કરવા માગતો હતો. ટીવી પર મારા છેલ્લા અપિરન્સ બાદ મેં બ્રેક લીધો હતો. એથી એવું લાગતું હતું કે હું ઇન્ડસ્ટ્રીની બહાર ચાલ્યો ગયો છું. ખરેખર તો હું નસીબદાર છું કે મને અદ્ભુત ફિલ્મમેકર્સ સાથે કામ કરવાની અને સારા પ્રોજેક્ટ્સમાં કામ કરવાની તક મળી છે. પાંચ ફિલ્મો એક પછી એક શૂટ કરી છે. આ જ વસ્તુ હું કરવા માગતો હતો. હું ખુશ છું કે મારી મરજી પ્રમાણે થઈ રહ્યું છે.’

સિરિયલ ‘મહાભારત’માં શકુનિ મામાનું પાત્ર ભજવનાર ગુફી પેન્ટલની તબિયત છે ગંભીર

બી. આર. ચોપડાની સિરિયલ ‘મહાભારત’માં શકુનિ મામાનું પાત્ર કરનાર ગુફી પેન્ટલની તબિયત લથડતાં તેઓ હૉસ્પિટલમાં દાખલ છે. ૭૮ વર્ષના ગુફી છેલ્લા થોડા સમયથી બીમાર છે. તેઓ જ્યારે ફરીદાબાદમાં હતા ત્યારે તેમની તબિયત બગડી હતી. તેમને ત્યાંની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ હવે તેમને મુંબઈની બેલવ્યુ હૉસ્પિટલમાં ચાર દિવસથી ઍડ્મિટ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલમાં તેમની સાથે તેમનો દીકરો હાજર છે. ટેલિવિઝન ઍક્ટ્રેસ ટીના ઘઈએ તેમની તબિયત વિશે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવાની તેણે લોકોને વિનંતી કરી હતી. જોકે ગુફી પેન્ટલના પરિવારે તેમની હેલ્થ વિશે માહિતી આપવાની ના પાડી છે. ૩૧ મેના તેમની તબિયત ખરાબ થતાં તેઓ હૉસ્પિટલમાં ઍડ‍્મિટ છે. 

કુશાલ અને શિવાંગી લઈને આવી રહ્યાં છે ‘બરસાતેં’

કુશાલ ટંડન અને શિવાંગી જોશી લઈને આવી રહ્યાં છે નવી સિરિયલ ‘બરસાતેં’. આ શો સોની પર ટૂંક સમયમાં શરૂ થશે. એનો પ્રોમો હાલમાં રિલીઝ થયો છે. કુશાલ ૬ વર્ષ બાદ ટેલિવિઝન પર કમબૅક કરી રહ્યો છે. તે ‘બેહદ’ માટે જાણીતો છે, તો શિવાંગી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માટે જાણીતી છે. આ બન્ને પહેલી વખત એક શોમાં સાથે દેખાશે. તેમની જોડી શોમાં નવા ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ લાવશે. પ્રોમોમાં દેખાય છે વરસાદ વરસી રહ્યો છે. કુશાલ સૂટ પહેરીને વરસાદમાં ચાલી રહ્યો છે, તો શિવાંગી છત્રી લઈને કૅબની રાહ જોઈ રહી છે. એવામાં કૅબ આવે છે, કુશાલ એમાં બેસી જાય છે અને શિવાંગી તેને જોતી રહી જાય છે. આ પ્રોમો જોઈને તેમના ફૅન્સ પણ ખુશ થઈ ગયા છે. તેઓ આ સિરિયલને લઈને એક્સાઇટેડ છે. એકતા કપૂરે આ શો પ્રોડ્યુસ કર્યો છે.

television news entertainment news kushal tandon