શાસ્ત્રીય નૃત્યને કારણે 'મહાભારત'ની ઉત્તરા બની ગઈ વર્ષા ઉસગાવકર!

20 May, 2020 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાસ્ત્રીય નૃત્યને કારણે 'મહાભારત'ની ઉત્તરા બની ગઈ વર્ષા ઉસગાવકર!

બી. આર. ચોપડાની ‘મહાભારત’ ભારતીય ટેલિવિઝન ઇતિહાસની સૌથી જાણીતી સિરીઝમાંની એક છે. આ સિરિયલને કારણે મોટા ભાગના ઍક્ટર્સની કારકિર્દીને નવો ઓપ મળ્યો છે. લૉકડાઉનને લીધે કલર્સ ચૅનલ પર સાંજે ૭થી ૯ ‘મહાભારત’નું રિપીટ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે ત્યારે આ સિરિયલમાં ઉત્તરાનો રોલ ભજવનારી અભિનેત્રી વર્ષા ઉસગાવકરે પોતાને આ રોલ કઈ રીતે મળ્યો એનો રસપ્રદ કિસ્સો શૅર કર્યો છે.

વર્ષા ઉસગાવકરે કહ્યું કે ‘એ સમયે મહાભારત બહુ પૉપ્યુલર હતી અને લોકો આ સિરિયલના ટાઇમ પ્રમાણે પોતાનું શેડ્યુલ બનાવતા. મારા ઘરે મહેમાન આવ્યા હતા અને તેઓ મને મહાભારતના સેટ પર લઈ ગયા. ત્યાં અભિમન્યુ સાથેની સીક્વન્સનું શૂટિંગ ચાલતું હોવાથી મેકર્સ અભિમન્યુની પત્નીના રોલની શોધમાં હતા. શરત માત્ર એટલી હતી કે એ છોકરીને શાસ્ત્રીય નૃત્ય આવડવું જોઈએ. મેં મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું અને હું એક ક્લાસિકલ ડાન્સર પણ હતી એટલે પ્રોડક્શન-ટીમ (જેમાં શકુનિનું પાત્ર ભજવતા ગુફી પેન્ટલ પણ હતા) તરફથી મને ઉત્તરાના રોલની ઑફર થઈ. મેં ઉત્તરાનું પાત્ર ભજવ્યું. આ રોલને લીધે એક ઍક્ટર તરીકે મને નામના મળી છે એની હું હંમેશાં ઋણી રહીશ.’

entertainment news indian television television news mahabharat