26 April, 2021 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આશકા ગોરડિયા (ફાઇલ ફોટો)
ટેલીવિઝન એક્ટ્રેસ આશકા ગોરડિયાના ચાહકો હવે તેને પડદદા પર નહીં જોઇ શકે. ટેલીવિઝનની ચર્ચિત અને સુંદર અભિનેત્રી આશકાએ એક્ટિંગને અલવિદા કહી દીધું છે. જો કે, અભિનય જગત છોડવાનું કારણ ધર્મ નથી, જે છેલ્લા કેટલાક મામલે જોવા મળ્યું હતું. હકીકતે, આશકા પોતાના કેટલાક સપના પૂરા કરવા માગે છે.
આશકાએ બૉમ્બે ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે તે હવે બિઝનેસ કરવા માગે છે, કારણકે હંમેશાંથી તેના લોહીમાં રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી તે પોતાના આ સપનાને પૂરો કરવા માગતી હતી. અભિનય તેના જીવનમાં એકાએક થયું. આશકાએ જણાવ્યું કે જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે મુંબઇ આવી ગઈ હતી, પણ અભિનય કવાની સાથે બિઝનેસ કરવાની ઇચ્છા પણ લોહીમાં સતત વહેતી રહી. આશકા કૉસ્મેટિક્સના બિઝનેસમાં છે.
આશકાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ લખ્યું હતું કે બે વર્ષ પહેલા તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો, જે હવે એક્સપાન્ડ થઈ રહ્યો છે અને આની સાથે જ તે પણ આગળ વધી રહી છે. એક્ટિંગે તેને સુંદર વિશ્વ આપ્યું પણ હવે તે બિઝનેસ યૂનિવર્સમાં અંતહિન અવસરો જોઇ રહી છે.
આશકાએ પોતાનું એક્ટિંગ કરિઅર 2002માં સોની ટીવીના ધારાવાહિક અચાનક 37 સાલ બાદ દ્વારા શરૂ કર્યું હતું, પણ આશકાને 2003-2005માં આવેલા ધારાવાહિક કુસુમ દ્વારા ઓળખ મળી. આ શૉમાં તેણે કુમુદનું પાત્ર ભજવ્યું હતું. તેના પછી ખૂબ જ લોકપ્રિય ટેલીવિઝન શૉ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થીમાં આશકા રઝિયાના પાત્રમાં જોવા મળી. પોતાની અભિનય યાત્રાને લઈને આશકાએ કહ્યું કે એક્ટિંગ સાથે તેણે ઘણું બધું મળ્યું. આથી તેને મેકઅપની સમજણ થઈ અને ઇન્ડસ્ટ્રીમાં કંઇક કરવાનો માર્ગ દેખાયો.
આશકાના જીવનમાં યોગનું પણ ઘણું મહત્વ છે, જેનો ખ્યાલ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી તો આવી જ જાય છે. આશકા ઘણીવાર યોગ કરતા પોતાની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. આ યોગને કારણે જ તેની મુલાકાત પતિ બ્રેન્ટ ગોબલે સાથે થઈ. બન્નેની યોગ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
આશકા છેલ્લે 2019માં ડાયન સીરિયલમાં અભિનય કરતી જોવા મળી હતી. રિયાલિટી શૉ કિચન ચૅમ્પિયન 5માં પણ તેમે કોન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. જણાવાવનું કે, આ પેહલા એક્ટ્રેસ સના ખાન અને એક્ટર સાકિબ ખાને પણ એક્ટિંગ જગતને અલવિદા કહી દીધું હતું. જો કે, તેમણે તેના પાછળનું કારણ ધાર્મિક છે તે જણાવ્યું હતું.