તુઝ સે હૈ રાબ્તા, રિયલી!

03 December, 2019 11:09 AM IST  |  Mumbai | Rashmin Shah

તુઝ સે હૈ રાબ્તા, રિયલી!

શગુન પાંડે

સેટ પર આર્ટિસ્ટ કેવી રીતે એકપરિવાર બનીને રહે છે એનું અત્યારે એક જીવતુંજાગતું ઉદાહરણ ઝી ટીવીના પૉપ્યુલર શો ‘તુઝસે હૈ રાબ્તા’ના સેટ પર જોવા મળે છે.
બન્યું છે એવું કે શોમાં અથર્વનું કૅરૅક્ટર કરતા શગૂન પાંડેને અત્યારે ડેન્ગી થયો છે અને ચૅનલ પાસે એપિસોડની બૅન્ક નથી. આવા તબક્કે શગૂને હૉસ્પિટલમાં કે ઘરે રહીને આરામ કરવાને બદલે શૂટ ચાલુ રાખવાનો નિર્ણય લીધો એટલે તેના કો-આર્ટિસ્ટ અને જાણીતાં મરાઠી ઍક્ટ્રેસ સવિતા પ્રભુણે અને પૂર્વા ગોખલેએ શગૂનની બધી જવાબદારી સંભાળી લીધી છે. શગૂનનું ફૅમિલી મુંબઈમાં નથી રહેતું એટલે આવા સમયે શગૂન બહારનું ફૂડ ખાય નહીં એ માટે ઘરેથી ફૂડ લાવવાની જવાબદારી અત્યારે સવિતા પ્રભુણેની છે તો ડેન્ગીમાં પપૈયાનાં પાનનો રસ બહુ ઉપયોગી હોવાથી પૂર્વા ગોખલે દરરોજ સેટ પર શગૂનને પપૈયાનાં પાનનો રસ કાઢી આપવાનું કામ કરે છે. શગૂનને ચાલુ શૂટિંગે તાવ પણ ચડે છે. એવા સમયે તેને પોતાં મૂકવાથી માંડીને દવા ચાલુ કરી દેવી, ડૉક્ટરને ઇમર્જન્સીમાં બોલાવી લેવા જેવાં કામ પણ આ બન્ને ઍક્ટ્રેસ સંભાળે છે.

આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ

બે વર્ષથી આ શો ચાલે છે એટલે બધા આર્ટિસ્ટ એકબીજાને પોતાના ફૅમિલી જેવા જ માનવા માંડ્યા છે અને જરૂર પડે ત્યારે ફૅમિલીની જેમ એકબીજાના પડખે ઊભા રહે છે.

zee tv tv show