'તારક મહેતા'ના ગોગી પુત્તરે સમજાવ્યું 'વૉચમેન'નું મહત્વ, જુઓ વીડિયો

20 May, 2020 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'તારક મહેતા'ના ગોગી પુત્તરે સમજાવ્યું 'વૉચમેન'નું મહત્વ, જુઓ વીડિયો

સમય શાહ

આખી દુનિયામાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે. આ ખતરનાક વાઈરસથી બચવા માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લૉકડાઉનની અવધિ 31 મે સુધી વધારવામાં આવી છે. લોકોને ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકો સમય પસાર કરવા ગેમ રમે છે, તો કોઈ કૂકિંગમાં વ્યસ્ત છે. તો કેટલાક ટીવી જોઈને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. ત્યારે સૌની લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં પાત્રો ઘણી ચર્ચાનો વિષય બની ગયા છે. જેઠાલાલથી લઈને ટપૂ બધા જ પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી દીધી છે. દર્શકોનું મનોરંજન કરવા આ સીરિયલ સૌથી આગળ રહી છે. આ શૉના બધા પાત્રો ઘણા લોકપ્રિય છે.

આવા સંજોગોમાં એક્ટર્સ વીડિયો બનાવીને દર્શકોનું મનોરંન કરી રહ્યા છે અને દર્શકોને હેલ્ધી અને ફિટ રહેવાની ટિપ્સ પણ આપી રહ્યા છે. હાલ એક વીડિયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોગી પુત્તરનો રોલ ભજવનાર સમય શાહનો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે. એણે આ વીડિયોમાં રાત-દિવસ સોસાયટીનું ધ્યાન રાખનારા વૉચમેનનું મહત્વ સમજાવ્યું છે.

સમય શાહે આ શૅર કરેલા વીડિયોમાં સમય શાહે જણાવ્યું છે કે આપણા જીવનમાં વૉચમેનનું શું મહત્વ હોય છે. એણે પોતાના આ વીડિયોમાં વૉચમેન માટેની વાત સાંભળની તમે ક્યારે પણ એવું વિચાર્યું નહીં હોય.. તમને વીડિયોમાં જોઈને ખબર પડી જશે કે સમય શું કહેવા માંગે છે.

આ શૅર કરેલા વીડિયો પોસ્ટ કરતા સમયે લખ્યું છે કે દરેક લોકો માટે નોકરી આખરે નોકરી જ છે, પછી એ કોઈ પણ હોય. નોકરી જ લોકોની જરૂરતોને પૂરી પાડે છે. તો શું થયું કે એ નોકરી વાઈટ કૉલરની નથી, પરંતુ દરેક વ્યક્તિએ પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે પોતાના હિસાબથી બેસ્ટ પ્રયત્ન કરતા હોય છે, પરંતુ વાત માનવતા, સમાજ અને જજમેન્ટની વાત કરીએ તો એ અમારા આસપાસ હાજર લોકોને અસર કરે છે. લોકો કહે છે કે તમે કેમ સાંભળો છો, હું કહું છું કે કેમ અવગણવું જોઈએ?

આવા સમયે પહેલીવાર આવી પોસ્ટ કરી છે, પરંતુ આની પહેલા પણ આવા પ્રકારના વીડિયો પોસ્ટ કરી ચૂક્યો છે. હવે દર્શકોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂરી ટીમને ફરીથી ટીવી પર જોવી છે અને લૉકડાઉન બાદ ક્યારે ફરીથી તેઓ લોકોનું મનોરંજન કરતા જોવા મળશે, એ જોવાનું રહ્યું.

taarak mehta ka ooltah chashmah television news tv show entertainment news