વિવાદઃ રાહુલ વૈદ્યના ગરબે કી રાત ગીતનો કિર્તીદાન અને રાજભાએ કર્યો વિરોધ, કહ્યું કે..

15 October, 2021 02:42 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલ વૈદ્યના ગરબી ગીતનો કિર્તીદાન સહિતના કલાકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ગીતને લઈ રાહુલ વૈદ્યને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે.

રાહુલ વૈદ્ય અને કિર્તીદાન ગઢવી

મા શકિતની આરાધના કરવાનો પર્વ પૂર્ણ થાય તે પહેલા જ એક ગીત ને લઈ વિવાદો ઉભો થયો છે. રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના `ગરબે કી રાત` ગીતના ચિત્રણને લઈ વિવાદ થયો છે. આ મુદ્દે રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોએ ગીતને હટાવવાની માંગ કરી છે. તો બીજી બાજુ બિગ બોસ 14 ફેમ રાહુલ વૈદ્યને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.  

શું છે વિવાદ?

તાજેતરમાં જ નવરાત્રી પ્રસંગે તેમનું નવું ગીત `ગરબે કી રાત` રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ થતાં જ આ ફિલ્મ હિટ બની છે. આ ગીત ભૂમિ ત્રિવેદીએ રાહુલ સાથે ગાયું છે, જ્યારે વિડિયોમાં નિયા શર્મા રાહુલ સાથે ગરબા કરતી જોવા મળી રહી છે. એક તરફ લોકો આ ગીત પર ઝૂમતાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આ ગીત પર વિવાદ શરૂ થયો છે. વિવાદ એટલો વધી ગયો છે કે આ ગીતને કારણે રાહુલને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી છે. તે સતત ટ્રોલના નિશાના હેઠળ આવી રહ્યો છે. મામલાને જોતા હવે રાહુલ પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર કરાવવાનું વિચારી રહ્યો છે. 

રાહુલ વૈદ્યનું આ ગીત દેવી `શ્રી મોગલ મા` પર આધારિત છે. ગુજરાતમાં તેમની વિશેષ ઓળખ છે. મોગલ માના ભક્તોને ગીતમાં તેનો ઉલ્લેખ ગમતો નથી. તે ઇચ્છે છે કે ગીતમાંથી મોગલ માનો ઉલ્લેખ દૂર કરવામાં આવે. આ ઉપરાંત રાજભા અને કિર્તીદાન સહિતના કલાકારોએ ગીતમાં જે રીતે દ્રશ્યોનું ચિત્રણ કરવામાં આવ્યું છે તેનો વિરોધ કર્યો છે અને ગીટને હટાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે અશોભનીય અને અશ્લીલ દ્રશ્યો માતાના અપમાનજનક છે અને તેની સમાજ પર ખોટી એસર પડે છે. 

રાહુલને સોશિયલ મીડિયા પર આ ગીતને લઈને સતત ધમકીઓ મળી રહી છે. હદ ત્યારે પહોંચી ગઈ જ્યારે તેને મેસેજ અને કોલ પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી. મામલાની ગંભીરતાને જોતા રાહુલ હવે પોલીસ સ્ટેશનમાં FIR કરાવે છે. જોકે, રાહુલ વૈદ્યએ આ તમામ મુદ્દા પર માફી માગી મોગલ મો નો શબ્દ હટાવી દેશે તેવું કહ્યું છે. તેમણે કહ્યું તેમને  બે અથવા ત્રણ દિવસો સમય આપવામાં આવે. 

rahul vaidya Kirtidan Gadhvi navratri entertainment news