19 August, 2020 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિયા આહુજા અને માલવ રાજડા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી (Taarak Mehta Ka Ooltah Chashmah)ના મનપસંદ શૉમાંથી એક છે. આ શૉના દરેક કલાકારોને ઘણા પસંદ કરવામાં આવે છે. 12 વર્ષથી વધારે સમયથી આ કૉમેડી શૉ દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. હાલમાં જ આ શૉએ 13 વર્ષમાં પ્રવેશ કર્યો છે. ફૅન્સ હંમેશાથી જ પોતાના મનપસંદ સ્ટાર્સ વિશે જાણવાનો પ્રયત્ન કરતા રહે છે. એમના અંગત જીવન વિશેથી લઈને તેઓને કેટલી ફીસ મળે છે આ બધું દર્શકોને જાણવાનો રસ હોય છે. શૉમાં દયાબેન, જેઠાલાલથી લઈને બધા સ્ટાર્સની એક્ટિંગને પણ લોકો પસંદ કરે છે. આ શૉમાં રીટા રિપોર્ટરનું પણ એટલું જ મહત્વ છે. રીટા રિપોર્ટરનો રોલ પ્રિયા આહુજા ભજવી રહી છે.
પ્રિયા આહુજાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર એટલે માલવ રાજડા સાથે લગ્ન કર્યા છે. એક રિપોર્ટ અનુસાર માલવ હંમેશા કૅમેરાની પાછળ જ રહ્યા છે, એટલે તેમને બહુ જ ઓછા લોકો જાણે છે. તેઓ આ સીરિયલમાં રિપોર્ટરનો રોલ ભજવી રહેલી રીટા રિપોર્ટર એટલે પ્રિયા આહુજાના પતિ છે. માલવ હાલ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે અને પોતાની પત્ની સાથેના ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતા રહે છે. પ્રિયા અને માલવની વચ્ચે બહુ સારી બૉન્ડિંગ છે અને પ્રેમ પણ એટલો જ છે.
પહેલી નજરનો પ્રેમ....
મળેલી માહિતી અનુસાર માલવે પ્રિયાને સૌથી પહેલા તારક મહેતાના સેટ પર જોઈ હતી. ત્યારે પણ માલવ આ સીરિયલનું નિર્દેશન કરી રહ્યા હતા. પ્રિયા પણ આ સીરિયલમાં એક્ટિંગ કરી રહી હતી. માલવને પ્રિયાથી પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. પરંતુ પ્રિયા પહેલા માલવને બિલકુલ ભાવ નહોંતી આપતી. પરંતુ જોતા-જોતા બન્નેની દોસ્તી થઈ અને બાદ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. બન્ને પરિવારોની મંજૂરી બાદ 19 નવેમ્બર 2011માં માલવ-પ્રિયાના લગ્ન થઈ ગયા અને લગ્નના આઠ વર્ષ બાદ પ્રિયા અને માલવના ઘરે એમના દીકરાનું આગમન થયું.
તારક મહેતા.. શૉ પહેલા પ્રિયા આ ટીવી શૉઝમાં આવી ચૂકી છે નજર
જણાવી દઈએ કે પ્રિયા તારક મહેતા...શૉ પહેલા ઝારા, શુભવિવાહ, છજ્જે કા પ્યાર, સાવધાન ઈન્ડિયા તથા બિટ્ટો જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તારક મહેતા શૉ બાદ તે બીજી સીરિયલ્સમાં ઘણી ઓછી નજર આવી છે. રિપોટ્સ અનુસાર દિલ્હીની પ્રિયા આહુજાને પાર્ટી અને ફરવાનનું ઘણું પસંદ છે. તે હંમેશા પોતાના મિત્રો સાથે ટ્રિપ પર ફરવા જતી હોય છે.
આ વર્ષે જન્માષ્ટમીના દિવસે પ્રિયા આહુજા રાજડાએ દીકરાને કૃષ્ણ ભગવાન બનાવીને આ પર્વની ઉજવણી કરી હતી. પ્રિયા આહુજા અને પતિ માલવ રાજદાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરતા લખ્યું છે, ગયા વર્ષે જન્માષ્ટમીના દિવસે તારા આગમન વિશેની ઘોષણા કરી હતી અને આ વર્ષે અમારા હાથમાં તું છે, અમારો બાળ કૃષ્ણ. તું કોઇ આશિર્વાદથી કમ નથી, તું અમારી ઇચ્છાઓનો જવાબ છે અમારા મનમાં હતી તે તો અમને ય નહોતી ખબર.