તારક મહેતા...ની બબિતાજીએ ભાંગરો વાટ્યો, ટ્રેન્ડ થયું #ArrestMunmunDutta

10 May, 2021 09:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટીવી સીરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`  ( Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તાએ તાજેતરમાં એક વીડિયોમાં દલિત સમાજના જાતિવાચક શબ્દનો કેઝ્યુઅલી અપશબ્દની માફક ઉપયોગ કર્યો

મુનમુન દત્તા

ટીવી સીરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`  ( Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તાએ તાજેતરમાં એક વીડિયોમાં દલિત સમાજના જાતિવાચક શબ્દનો કેઝ્યુઅલી અપશબ્દની માફક ઉપયોગ કર્યો.  ઘણા લોકોએ તેના આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે આ વીડિયો બનાવતી વખતે તે વિચાર્યું પણ નહીં કે પોતે જે  શબ્દનો ઉપયોગ જે સંદર્ભે કરી રહી છે તે અયોગ્ય છે.  આ વીડિયોને પગલે મુનમુન દત્તાને વખોડવામાં આવી અને તેને અરેસ્ટ કરવી જોઇનું હેશટૅગ ટ્રેન્ડ કરવા લાગ્યું.  પોતાની ભૂલનું ભાન થયા પછી મુનમુને આ વીડિયોમાં ફેરફાર કરી દીધા. આ સાથે મુનમુન દત્તાએ માફી પણ માંગી છે. જો કે, અભિનેત્રીની માફી પછી પણ, #ArestrestMunmunDutta સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે. મુનમુન દત્તાએ તેના આ વીડિયોમાં હરિજન સમુદાય માટે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો જેનો લોકોએ ભારે વિરોધ કર્યો. આ શબ્દ ગાળ નથી પરંતુ જે સંદર્ભે મુનમુને તેનો ઉપયોગ કર્યો તે અપશબ્દ સમાન લાગતા તેનો વિરોધ કરાયો. 

આ વીડિયો અંગે માફી માંગતાં મુનમુન દત્તાએ એક નિવેદન  કર્યું છે. તેમણે લખ્યું, `આ ગઈકાલે મેં પોસ્ટ કરેલી એક વિડીયોના સંદર્ભમાં છે જ્યાં મેં ઉપયોગ કરેલા શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તે ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા, ધમકાવવા અથવા ઈજા પહોંચાડવાનો હતો. મને ભાષાનો અવરોધ છે (પુરેપુરી નથી આવડતી) અને માટે મને તેના સાચા અર્થની ખબર નહોતી. એકવાર મને તેના અર્થ વિશે જાણ કરાઇ પછી મેં તરત જ વીડિયોનો તે ભાગ એડિટ કરી દીધો.

અભિનેત્રીએ આગળ લખ્યું કે, `હું દરેક જાતિ, સંપ્રદાય તથા અન્ય જેન્ડરની વ્યક્તિને માન આપું છું.  હું સમાજ તથા રાષ્ટ્રમાં તેમના બહોળા યોગદાનને સ્વીકારું છું. મારા શબ્દોથી કોઇને પણ ઠેસ પહોંચી હોય તો હું તેની નિષ્ઠાપૂર્વક અને હ્રદયથી માફી માંગું છું.`
મુનમુન દત્તાએ એક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના મેકઅપની વાત કરી રહી હતી. મુનમુને આ વીડિયોમાં કહ્યું, `તે સનસ્ક્રીન છે, તમે જાણો છો કે હું સનસ્ક્રીન વિના બહાર નથી જતી, મસ્કરા છે અને હોઠ પર ટિંટ છે અને ટિંટને મેં બ્લશ તરીકે પણ યૂઝ કર્યું છે. હું યૂ ટ્યુબ પર આવવાની છું અને મારે સારા દેખાવું છે, હું `....` જેવી દેખાવા નથી માંગતી.

taarak mehta ka ooltah chashmah television news