તારક મહેતા શૉમાં થઈ નવા અંજલી ભાભી અને સોઢીની એન્ટ્રી, જુઓ તેમની એક ઝલક

30 August, 2020 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તારક મહેતા શૉમાં થઈ નવા અંજલી ભાભી અને સોઢીની એન્ટ્રી, જુઓ તેમની એક ઝલક

નવા અંજલી ભાભી અને સોઢી (તસવીર સૌજન્ય- ઈન્સ્ટાગ્રામ)

સબ ટીવીનો સૌથી ફૅમસ અને કૉમેડી ટેલિવિઝન શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા બાર વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી છે. શૉના પાત્રોએ દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જેઠાલાલથી લઈને નટુકાકાના પાત્રોએ લોકોનું મનોરંજન કરીને પેટ પકડીને હસાવતા કરી દીધા છે. હાલ આ શૉને લઈને એક સમાચાર સામે આવ્યા હતા કે શૉમાંથી તારક મહેતાની પત્નીનો રોલ ભજવતી અંજલી ભાભી ઉર્ફે નેહા મહેતાએ શૉને અલવિદા કહીં દીધું છે. નેહા મહેતાની સાથે રોશન સિંહ સોઢીનો રોલ ભજવનાર ગુરૂચરણ સિંહે પણ આ શૉને બાય-બાય કહીં દીધું છે. હવે શૉમાં સોઢીના રોલમાં એક્ટર બલવિન્દર સિંહ સૂરી નજર આવશે અને નેહા મહેતાની જગ્યાએ ટીવી એક્ટ્રસ સુનૈના ફૌઝદારે એન્ટ્રી મારી દીધી છે.

આ સમાચાર પછી જ્યારે નેહા મહેતાએ તેના બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી, ત્યાં બલવિન્દર સિંહ સૂરીએ તેના પ્રવેશની પુષ્ટિ કરી હતી. એવામાં હવે શૉમાં પહેલીવાર નવી અંજલી ભાભી અને નવા રોશન સિંહ સોઢી જોવા મળ્યા છે. હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉનો નવો પ્રોમો રજૂ થયો છે. જેમાં નવો સોઢી અને નવી અંજલી ભાભી નજર આવી રહ્યા છે.

નવો પ્રોમો શૅર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે- આ વર્ષે ગોકુલધામવાસીઓ કેવી રીતે ઉજવશે ગણેશોત્સવ? જાણવા માટે જોતા રહો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. સોમવારથી શુક્રવાર રાત્રે 8:30 વાગ્યે. પ્રોમોમાં નવો સોઢી અને નવી અંજલી ભાભીને જોઈને કેટલાક લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને કેટલાક નિરાશ પણ થઈ રહ્યા છે.

આ પણ જુઓ : 'તારક મહેતા..' શૉમાં જોવા મળેલી કૅરીની હૉટનેસનો પાર નથી, જુઓ તસવીરો

નવા પ્રોમોમાં જ્યાં અંજલી ભાભીના રોલમાં સુનૈના ફૌઝદાર જોવા મળી રહી છે, ત્યારે બલવિન્દર સિંહ સૂર, રોશન સિંહ સોઢીના રોલમાં નજર આવી રહ્યા છે. પ્રોમોમાં ગોકુલધામના રહેવાસી ગણપતિ ઉત્સવને લઈને ચિંતામાં દેખાઈ રહ્યા છે. પ્રોમોથી ખબર પડે છે કે, શૉમાં પણ કોરોના વાઈરસનો ભય દેખાઈ રહ્યો છે. ત્યારે સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે આપાતકાલિન મીટિંગ કરી રહ્યા છે અને બધા પોત-પોતાના ઘરથી આ મીટિંગમાં ભાગ લેતા દેખાઈ રહ્યા છે.

television news indian television taarak mehta ka ooltah chashmah entertainment news dilip joshi tv show