21 March, 2020 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિયા આહુજા રાજડા
સૌની મનપસંદ ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. સાથે જ આ શૉના દરેક પાત્રો પણ લોકોને હસાવતા જોવા મળ્યા છે. પછી જેઠાલાલ હોય કે ઐય્યર. આજે અમે વાત કરી રહ્યા છે પ્રિયા આહુજા વિશે. પ્રિયા સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી હતી. પ્રિયા છેલ્લાં કેટલાંક મહિનાઓથી મેટરનિટી લીવ પર હતી. પ્રિયાએ નવેમ્બરમાં દીકરાને જન્મ આપ્યો હતો. હવે, પ્રિયા સીરિયલમાં પાછી ફરી છે.
ગુજરાતી ડિરેક્ટર અને પ્રિયા આહુજાના પતિ માલવ રાજડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. તેમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે રીટા રિપોર્ટર શૉમાં કમબેક કરી રહી છે. વીડિયોમાં પ્રિયા રિપોર્ટર તરીકે હાથમાં માઈક લઈને જોવા મળી રહી છે.
સીરિયલમાં હાલ કોરોના વાઈરસને લઈને પાત્રો લોકો વચ્ચે પોઝિટીવ વાતો શૅર કરી રહ્યા છે સાથે ફૅન્સને સંદેશો પણ આપી રહ્યા છે કે આ વાઈરસથી ડરવાની જરૂર નથી બધાએ પોઝિટીવ રહેવાની જરૂર છે. આ સાથે જ રીટા રિપોર્ટર પણ ગોકુલધામ સોસાયટીમાં જઈને ત્યાંના સ્થાનિક લોકો સાથે વાઈરસને લઈને કેલા પગલાંઓ લેવા જોઈએ, એના વિશે રિપોર્ટિંગ કરતી જોવા મળશે.
પ્રિયા અને માલવ રાજડાના લગ્ન 19 નવેમ્બર 2011એ થયા હતા. બન્ને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર એકબીજા સાથે પ્રેમમાં પડ્યા હતા. શૉમાં રીટા રિપોર્ટરનું પાત્ર લોકોને ઘણું પસંદ અને લોકપ્રિય છે.