TMKOC: લંડન જવાને કારણે શૉમાંથી બહાર થયા પોપટલાલ, પછી આમ મળી એન્ટ્રી

04 October, 2020 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

TMKOC: લંડન જવાને કારણે શૉમાંથી બહાર થયા પોપટલાલ, પછી આમ મળી એન્ટ્રી

પોપટલાલ (શ્યામ પાઠક)

ટેલીવિઝનનો લોકપ્રિય શૉ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) વર્ષ 2008થી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે, એવામાં શૉના બધાં જ પાત્રો દર્શકોના મનમાં એક આગવી છાપ છોડવામાં સફળ રહ્યા છે. પછી તે જેઠાલાલ (Jethalal)નું પાત્ર હોય કે નટ્ટૂ કાકા (Nattu kaka)નું. તો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં પોપટલાલ (Popatlal)નું પાત્ર ભજવનાર શ્યામ પાઠકે (Shyam Pathak) પણ પોતાના પાત્ર દ્વારા ચાહકોના મનમાં પોતાની એક જુદી જગ્યા બનાવી છે. સીરિયલમાં અવિવાહિત પુરુષની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક (Shyam Pathak) રિયલ લાઇફમાં પરિણીત છે અને 3 બાળકોના પિતા છે.

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં જબરજસ્ત પૉપ્યુલારિટી મેળવનાર શ્યામના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમને શૉમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. હકીકતે, વર્ષ 2017માં દિલીપ જોશી (Dilip Joshi) એક લાઇવ શૉ માટે લંડન ગયા હતા. લંડનમાં 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા)'ના કલાકારોને પસંદ કરનારાની ઓછ નથી. ત્યા લોકોએ દિલીપને રિક્વેસ્ટ કરી કે તે 'પોપટલાલ' સાથે કોઇક એક્ટ કરે. તે સમયે શ્યામ પાઠક મુંબઇમાં જ હતા. દિલીપે શ્યામને ફોન કર્યો અને પૂછ્યું કે તે લંડનમાં પરફોર્મ કરવા આવશે? દિલીપની વાત સાંભળીને શ્યામ ખૂબ જ ખુશ થયા અને મોડું કર્યા વગર જ લંડન જવા માટે રવાના થઈ ગયા. તો લંડન જતા પહેલા શ્યામે પ્રૉડક્શન હાઉસને પણ આની માહિતી આપી નહોતી. ત્યાં શૉ કરીને જ્યારે શ્યામ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર પાછા આવ્યા તો તેમને ખબર પડી કે શૉમાંથી તેમને બહાર કરી દેવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જ્યારે શ્યામ પાઠકને ખબર પડી કે તેમને શૉમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે તો તે ખૂબ જ ગભરાઇ ગયા. જણાવ્યા વગર જ આ રીતે જવાને કારણે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રૉડ્યુસર ખૂબ જ નારાજ થઈ ગયા હતા. ચર્ચાઓ પ્રમાણે લગભગ 4 દિવસ સુધી તેમને શૉમાંથી બહાર રાખવામાં આવ્યા, જેના પછી શ્યામે શૉની આખી ટીમ અને પ્રૉડ્યૂસરની માફી માગી, પછી તેમને શૉમાં પાછા લેવામાં આવ્યા.

taarak mehta ka ooltah chashmah entertainment news television news