19 December, 2020 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનૈના ફોજદાર
સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલથી લઈને ટપુસેના સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. આ શો સાથે સંકળાયેલા પાત્રો વિશે પણ ઘણી વાતો થતી હોય છે. થોડા સમય પહેલા જ સુનૈના ફોજદાર(Sunayana Fozdar)એ આ સીરિયલમાં એન્ટ્રી મેારી છે. તે શૉમાં તારક મહેતાની પત્ની અંજલી તારક મહેતાનું પાત્ર ભજવે છે. તેમ જ સુનૈના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો શૅર કરીને ફૅન્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. હાલ પણ એવા જ કંઈક કારણના લીધે ચર્ચામાં આવી ગઈ છે.
તાજેતરમાં સુનૈના ફોજદારે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શૅર કર્યો છે, જે ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડનની કૉપી કરતી નજર આવી રહી છે. આ વીડિયોમાં તેણે પીળા રંગની સાડી પહેરીને ફિલ્મ 'મોહરા'નું રવીના ટંડનનું ફૅમસ ગીત 'ટિપ ટિપ બરસા પાની' પર ડાન્સ કરતી નજર આવી રહી છે. આ ડાન્સમાં એનો જબરદસ્ત બૉલ્ડ અંદાજ દેખાઈ રહ્યો છે.
સુનૈના રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બૉલ્ડ અને સુંદર ફોટાઓથી ભરેલું છે. સોશિયલ પર એમની ખાસી એવી ફૅન ફૉલોઈંગ છે. થોડા સમય પહેલા આ શૉમાં બદલાવ જોવા મળ્યા છે. શૉની અંજલિ ભાભી એટલે નેહા મહેતાએ આ શૉ છોડી દીધો છે. હવે તેમની જગ્યા સુનૈના ફોજદારે લઈ લીધી છે. સાથે એમની તસવીરો પર લાખોની સંખ્યામાં ફૅન્સ લાઈક્સ અને કમેન્ટ્સ કરે છે.
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.