જૅસ્મિન ​ભસીન બની રહી છે સુંબુલ?

28 January, 2023 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુંબુલ તૌકીર ખાન હવે ‘બિગ બૉસ 16’માં જૅસ્મિન ભસીન બની રહી હોય એવું લાગી રહ્યું છે.

સુંબુલ

સુંબુલ તૌકીર ખાન હવે ‘બિગ બૉસ 16’માં જૅસ્મિન ભસીન બની રહી હોય એવું લાગી રહ્યું છે. આ શોમાં જૅસ્મિન અને સુંબુલની સ્ટોરીલાઇન સમાન જેવી જ છે. જૅસ્મિન ‘બિગ બૉસ 14’માં જોવા મળી હતી. સુંબુલ હાલમાં આ શોમાં જોવા મળી રહી છે. બન્ને શોમાં ખૂબ જ રડતી જોવા મળી હતી. વાત-વાતમાં બન્ને રડી પડતાં હતાં. સુંબુલને પણ આ શોની શરૂઆતથી એ જ કહેવામાં આવી રહ્યું છે. જૅસ્મિન, અલી ગોની અને સોનાલી ફોગાટ વચ્ચે લવ-ટ્રાયેન્ગલનું પ્રકરણ પણ ખૂબ જ ચાલ્યું હતું. 
આ શોમાં પણ શાલીન ભનોત, સુંબુલ અને ટીના દત્તા વચ્ચે લવ-ટ્રાયેન્ગલની ચર્ચા ચાલી હતી. આ બધું પૂરું થયા બાદ જૅસ્મિન શોમાં અચાનક જ ગુસ્સો કાઢતી હતી અને તેની બૉડી-લૅન્ગ્વેજમાં ફેરફાર જોવા મળ્યો હતો. તે એકદમ નેગેટિવ દેખાવા માંડી હતી. સુંબુલ પણ હવે એ જ રસ્તા પર ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. અચાનક જ તેના વર્તનમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. તે બેડ પર ચડીને અને ઍક્ટિવિટી એરિયામાં જે રીતે ગુસ્સો કરીને જમીન પર સૂઈ જાય છે એના પરથી તે પણ હવે નેગેટિવ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.

television news Bigg Boss