ધી ગ્રેટ સેલિબ્રેશન

01 June, 2020 08:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધી ગ્રેટ સેલિબ્રેશન

નિધિ ભાનુશાળી

લૉકડાઉન વચ્ચે અનેક સ્ટાર અને સેલિબ્રિટીએ બર્થ-ડે ઘરમાં જ સેલિબ્રેટ કરવા પડ્યા છે. સબ ટીવીની ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું કૅરૅક્ટર કરનાર નિધિ ભાનુશાળીનું પણ એવું જ થયું. ૧૮ વર્ષની થયેલી નિધિનો બર્થ-ડે પણ મુંબઈમાં કોરોનાનો કેર ચાલુ હતો એ જ દરમ્યાન આવ્યો, પણ નિધિએ એ બર્થ-ડેને ઘરમાં બેસીને સેલિબ્રેટ કરવાને બદલે પોતાની મૅચ્યોરિટીની આ એજના સેલિબ્રેશનનો ઉપયોગ સોસાયટી માટે કરવાનું નક્કી કર્યું અને તેણે બ્લડ ડોનેશન કર્યું. તમને યાદ હશે કે મુંબઈમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ બ્લડની શૉર્ટેજ દેખાવાની શરૂઆત થઈ ગઈ હતી. કોરોનાને કારણે મૂકવામાં આવતા અમુક નીતિનિયમોને લીધે આ શૉર્ટેજ દેખાવાનું શરૂ થયું હતું.

જવાબદારી સમજી શકો ત્યારથી તમે મોટા એવું સામાન્ય રીતે કહેવાતું હોય છે. નિધિ માટે પણ આ વાત આ જ રૂપ અને આ જ શબ્દોમાં લાગુ પડે છે. નિધિએ બ્લડ ડોનેશન કર્યું તો ખરું, પણ તેણે ફૅમિલી મેમ્બર્સને પણ બ્લડ ડોનેશન માટે સમજાવ્યા અને એ સૌને પણ ડોનેશનમાં સાથે જોડ્યા. ખોટું અનુમાન નથી લગાવ્યું આપણે, દેશની ભાવિ પેઢી બહુ સમજદાર છે.

entertainment news indian television television news taarak mehta ka ooltah chashmah