‘શૈતાની રસ્મેં’માં દેખાશે શેફાલી જરીવાલા

27 December, 2023 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેફાલી જરીવાલાને કાંટા લગા ગર્લ તરીકે ઓળખવામાં આવે છે અને તે બહુ જલદી ‘શૈતાની રસ્મેં’ દ્વારા ટીવી પર ડેબ્યુ કરી રહી છે.

શેફાલી જરીવાલા

શેફાલી જરીવાલાને કાંટા લગા ગર્લ તરીકે ઓળખવામાં આવે છે અને તે બહુ જલદી ‘શૈતાની રસ્મેં’ દ્વારા ટીવી પર ડેબ્યુ કરી રહી છે. આ શોમાં તે કપલિકાની ભૂમિકા ભજવી રહી છે. એ માટે તેણે ઘણી તૈયારી કરી હતી. આ વિશે શેફાલીએ કહ્યું કે ‘હું રિયલ લાઇફમાં પણ કપલિકાની ભૂમિકા ભજવી રહી છું. હું મારા કૅરૅક્ટર માટે મારું બેસ્ટ આપવાની કોશિશ કરવા હું આ પાત્રની જેમ જ રહેવા માંડી હતી. મારી ચાલ, મારી વાતો, લોકોને હું જે રીઍક્શન આપું છું એ બધું મેં કપલિકાના પાત્ર મુજબ બદલ્યું છે. આ પાત્રમાં રૂપાંતર થવા માટે હું પોતાને બેડરૂમમાં બંધ કરી દઉં છું. મારું પાત્ર થોડું ડાર્ક છે. લોકોને ઑન સ્ક્રીન શેફાલી છે કે કપલિકા એની વચ્ચે તફાવત જોવા ન મળે એવું હું ઇચ્છું છું.’

television news entertainment news