14 December, 2025 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિગ બૉસ 19ની સક્સેસ-પાર્ટી
‘બિગ બૉસ 19’માં વિજેતાની ટ્રોફી ટીવી-ઍક્ટર ગૌરવ ખન્ના જીત્યો છે. શોમાં તેની સાથે ફરહાના ભટ્ટ, પ્રણિત મોરે, મૃદુલ તિવારી જેવા સ્પર્ધકોને લોકોએ બહુ પસંદ કર્યાં હતાં. ‘બિગ બૉસ 19’ના અંત પછી મેકર્સે એક સક્સેસ-પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તમામ સ્પર્ધકો સામેલ થયાં હતાં. આ પાર્ટીમાં શોના હોસ્ટ સલમાન ખાનની ખાસ સ્ટાઇલ જોવા મળી હતી.
‘બિગ બૉસ 19’ની સક્સેસ-પાર્ટીમાં સલમાને પોતાના ઑલ બ્લૅક કૅઝ્યુઅલ લુકથી એક વાર ફરી બધાને ઇમ્પ્રેસ કર્યા હતા. આ સક્સેસ-પાર્ટીમાં ગૌરવ ખન્ના, શહબાઝ, મૃદુલ તિવારી, અમાલ મલિક, ફરહાના ભટ્ટ, તાન્યા મિત્તલ, નીલમ, કુનિકા સદાનંદ, નેહલ ચુડાસમા, આવેઝ દરબાર સહિત તમામ કન્ટેસ્ટન્ટ્સ હાજર રહ્યાં હતાં. આ તમામ લોકોમાંથી ફરહાનાના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે બ્લૅક કલરના લૉન્ગ સ્કર્ટ સાથે સિલ્વર બૅકલેસ ટૉપમાં જોવા મળી હતી અને બહુ સુંદર લાગી રહી હતી.