રેકૉર્ડબ્રેક

08 July, 2020 12:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેકૉર્ડબ્રેક

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન વચ્ચે તમામ ચૅનલોના નવા એપિસોડનું શૂટિંગ બંધ થઈ ગયું હોવાથી ચૅનલોની ટીઆરપી તળિયે જઈને બેસી ગઈ હતી, પણ આવા કટોકટીના સમયે પણ ઝીટીવીના ડિજિટલ પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર ઝીટીવીએ દેશભરમાં વ્યુઅરશિપ વધારી અને બાવન ટકા જેટલી નવી વ્યુઅરશિપ મેળવી. ઝીફાઇવ પર જોવાયેલા શોમાં માત્ર હિન્દી સિરિયલ જ નહીં; તેલુગુ, બંગાળી, મલયાલમ અને ઉડિયા લૅન્ગ્વેજના કન્ટેન્ટની પણ વ્યુઅરશિપ વધી હતી.

વીક-ઑન-વીક નામની સર્વે-એજન્સી દ્વારા થયેલા સર્વે મુજબ ઝીફાઇવ પર હાઇએસ્ટ ૧પ૭ ટકા વ્યુઅર વધ્યા હતા તો હિન્દી શોના વ્યુઅરમાં ૧૦૬ ટકા જેટલો વધારો થયો હતો અને ઍવરેજ વ્યુઅરશિપમાં પ૨ ટકા વ્યુઅર વધ્યા હતા.

entertainment news indian television television news zee tv zee5 lockdown coronavirus covid19