News In Shorts: ભૂમિ પેડણેકર ‘સા રે ગા મા પા’ની સ્પર્ધક પાસે ગીત ગવડાવવા માગે છે

30 September, 2023 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂમિ પેડણેકરની ઇચ્છા છે કે ‘સા રે ગા મા પા’ની સ્પર્ધક વિજયાલક્ષ્મી તેના માટે તેની આગામી ફિલ્મમાં એક ગીત ગાય.

ભુમિ પેડનેકર

સંજય દત્તની સેન્સ ઑફ હ્યુમર અસાધારણ છે : સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટીને સંજય દત્તની સેન્સ ઑફ હ્યુમર અદ્ભુત લાગે છે. આ બન્નેએ અગાઉ ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’, ‘LOC : કારગિલ’, ‘દસ’ અને ‘કાંટેં’માં સાથે કામ કર્યું હતું. સુનીલ શેટ્ટી ડિસ્કવરી પર આવનાર શો ‘સ્ટાર વર્સસ ફૂડ સર્વાઇવલ’માં દેખાવાનો છે. આ શો ૯ ઑક્ટોબરે શરૂ થશે. આ શોમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે સંજય દત્ત, અપારશક્તિ ખુરાના, મૌની રૉય અને નકુલ મેહતા જોવા મળશે. એ દરમ્યાન સંજય દત્ત સાથેની કેમિસ્ટ્રી વિશે સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘સંજય દત્ત સાથે કામ કરવાની હંમેશાં મજા આવે છે. તેની સેન્સ ઑફ હ્યુમર અસાધારણ છે. અમે ખૂબ સારા ફ્રેન્ડ્સ છીએ અને એકબીજા સાથે કમ્ફર્ટેબલ છીએ. અમે બન્ને જ્યારે સાથે શૂટિંગ કરતા હોઈએ ત્યારે શૂટિંગ સારી રીતે પૂરું થાય છે. આખો સેટ કમ્ફર્ટેબલ હોય છે. સંજયનું દિલ વિશાળ છે.’

લાઇફમાં મૂવ ઑન થવું ખૂબ જ જરૂરી છે : શહનાઝ ગિલ

શહનાઝ ગિલનું કહેવું છે કે લાઇફમાં મૂવ ઑન થવું ખૂબ જ જરૂરી છે. તે હાલમાં જ ‘સા રે ગા મા પા’માં તેની ફિલ્મ ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ની કો-સ્ટાર ભૂમિ પેડણેકર, કુશા કપિલા, ડૉલી સિંહ અને શિબાની બેદી સાથે ગઈ હતી. આ શોને હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિક જજ કરી રહ્યાં છે. આ એપિસોડમાં ઓરિજિનલ ગીત 
પર પર્ફોર્મ કરવામાં આવી રહ્યું હતું. શોના સ્પર્ધક રિક બાસુના ગીત ‘આપ હી સે થા’ને અનુ મલિક દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ગીતના પર્ફોર્મન્સ બાદ રિક બાસુને શહનાઝે કહ્યું કે ‘તું જ્યારે પર્ફોર્મ કરી રહ્યો હતો ત્યારે હું જોઈ રહી હતી કે એક ઇન્ટેન્સ લવર તેની પ્રેમિકા માટે ગીત ગાઈ રહ્યો છે. આ ગીત એમ કહે છે કે તેં નક્કી કરી લીધું છે કે તું તેના વગર નથી રહેવા માગતો, પરંતુ મને લાગે છે કે સમય આવી ગયો છે કે લાઇફમાં મૂવ ઑન થઈ જા. એવું લાગે તો થેરપી લઈ લે. તારી પાસે ભવિષ્યમાં હું રૅપ સૉન્ગ સાંભળવા માગું છું.’

ભૂમિ પેડણેકર ‘સા રે ગા મા પા’ની સ્પર્ધક પાસે ગીત ગવડાવવા માગે છે

ભૂમિ પેડણેકરની ઇચ્છા છે કે ‘સા રે ગા મા પા’ની સ્પર્ધક વિજયાલક્ષ્મી તેના માટે તેની આગામી ફિલ્મમાં એક ગીત ગાય. તે હાલમાં જ ‘સા રે ગા મા પા’માં તેની ફિલ્મ ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ની કો-સ્ટાર શહનાઝ ગિલ, કુશા કપિલા, ડૉલી સિંહ અને શિબાની બેદી સાથે ગઈ હતી. આ શોમાં વિજયાલક્ષ્મી અને બિમન સરકારે ‘સેનોરિટા’ પર પર્ફોર્મ કર્યું હતું. આ પર્ફોર્મન્સ બાદ ભૂમિએ કહ્યું કે ‘તમે ફરી જ્યારે લાઇવ પર્ફોર્મન્સ કરશો ત્યારે હું પૈસા ખર્ચીને એ જોવા માટે આવીશ. તમે જે પાવર સાથે ગીત ગાયું એ ખૂબ જ અદ્ભુત હતું. આ અદ્ભુત સૉન્ગ સાથે તમે મને સ્પેનમાં ટેલિપોર્ટ કરી દીધી હતી. તમે બન્ને એકબીજાને સારી રીતે કૉમ્પ્લિમેન્ટ કરો છો. તમારા આગામી પર્ફોર્મન્સ માટે તમને અત્યારથી શુભેચ્છા. આશા રાખું છું કે એક દિવસ વિજયાલક્ષ્મી મારા માટે મારી આગામી ફિલ્મમાં ગીત ગાય.’

‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’માં ટાઇગર અને ક્રિતી ડાન્સ-સ્ટેપ્સથી કરાવશે મનોરંજન

સોની પર આવતા ડાન્સ રિયલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’ના ફિનાલેને વધુ ધમાકેદાર બનાવવા ટાઇગર શ્રોફ અને ક્રિતી સૅનન આવવાનાં છે. બન્નેએ ૨૦૧૪માં આવેલી ‘હીરોપંતી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ એની સીક્વલ ‘હીરોપંતી 2’ આવી હતી. આજે સોની પર રાતે ૮ વાગ્યે આ શો ટેલિકાસ્ટ થશે. શોના ફિનાલેમાં ટૉપ ફાઇવ કન્ટેસ્ટન્ટ્સ શોની ટ્રોફી જીતવા કમર કસશે. શોમાં એક મજેદાર ગેમનો પણ ઉમેરો કરવામાં આવશે, જેમાં શોનાં જજ ગીતા કપૂર અને ટાઇગર એક ટીમમાં હશે, તો શોનો હોસ્ટ જય ભાનુશાલી અને ક્રિતી એક ટીમમાં હશે. તેઓ ડાન્સનાં હુક સ્ટેપ દ્વારા એકબીજાની ટીમને ગીત ઓળખવાની ચૅલેન્જ આપશે. એમાં દર્શકોને ભરપૂર મસ્તી અને હાસ્યનો અનુભવ થશે. એવામાં ગોવિંદાની આ શોમાં હાજરી સોનામાં સુગંધ ભેળવવાનું કામ કરશે.

અનુપમ ક્યાં પહોંચી બોલ્યો, ‘જય શ્રીરામ, જય બજરંગ બલી’

અનુપમ ખેર અયોધ્યા પહોંચીને ગદ્ગદ થયા છે. તેઓ પહેલી વખત અયોધ્યા ગયા હતા. થોડા સમય પહેલાં અક્ષયકુમાર અને તામિલ મેગાસ્ટાર રજનીકાન્તે પણ અયોધ્યાની મુલાકાત લીધી હતી. ગુરુવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે અનુપમ ખેરે મુલાકાત કરી હતી. હવે અયોધ્યામાં પહોંચીને પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘પ્રિયજનોં, પ્રભુ રામજીના આશીર્વાદથી જીવનમાં પહેલી વખત અયોધ્યા જવાનું સૌભાગ્ય મળ્યું છે. પ્રખ્યાત હનુમાન ગઢીમાં પણ જઈશ. જય શ્રીરામ. જય બજરંગબલી.’
૦૦૦

television news sa re ga ma pa bhumi pednekar sunil shetty