સ્ટેજ પર કેમ બેસી જવું પડ્યું કપિલે?

27 March, 2024 06:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોના સેટ પર એક ફૅનની સ્પીચને કારણે તે સ્ટેજ પર નીચે બેસી ગયો હતો

કપિલ શર્મા

કપિલ શર્માનો હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે સ્ટેજ પર બેસી ગયેલો જોવા મળ્યો હતો. તેનો નવો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ નેટફ્લિક્સ પર શરૂ થઈ રહ્યો છે. આ શોના સેટ પર એક ફૅનની સ્પીચને કારણે તે સ્ટેજ પર નીચે બેસી ગયો હતો. આ શોમાં કપિલ સાથે સુનીલ ગ્રોવર પણ કામ કરી રહ્યો છે. આ શોના સેટ પર લાઇવ ઑડિયન્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ દરમ્યાન કપિલે ફૅન્સને કાંઈ કહેવું હોય તો એ માટે એક તક આપી હતી. એ દરમ્યાન એક ફૅનની સ્પીચ એટલી લાંબી હતી કે તેને બસ કરવાનું કહેતાં કપિલ સ્ટેજ પર બેસી ગયો હતો અને અર્ચના પૂરણ સિંહે કહ્યું હતું કે આ ફૅન્સ લોકસભા ઇલેક્શનમાં ભાગ લેવા તૈયાર છે.

kapil sharma the kapil sharma show sunil grover entertainment news television news