26 May, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’
નેટફ્લિક્સ પર કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સીઝન ૨૧ જૂનથી શરૂ થશે. શોમાં કપિલની સાથે ક્રિષ્ના અભિષેક, સુનીલ ગ્રોવર, કિકુ શારદા અને અર્ચના પૂરન સિંહ હશે. આ સીઝનની એક હાઇલાઇટ એ છે કે આ વખતે દુનિયાભરમાંથી સુપરફૅન્સને આમંત્રિત કરવામાં આવશે અને તેમને પોતાની સ્ટોરી, પોતાની લાક્ષણિકતા, પોતાની ટૅલન્ટ રજૂ કરવાની તક મળશે.