રેસલર સંગીતા ફોગાટ બની સંગુભાઈ

01 December, 2023 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેસલર સંગીતા ફોગાટે ‘મેરા હી જલવા’ ગીત પર કોરિયોગ્રાફર ભરત ઘરે સાથે ડાન્સ કર્યો હતો.

સંગીત ફોગાટ

ઝલક દિખલા જા’માં સંગીતા ફોગાટ નવા અવતારમાં જોવા મળી હતી. તે સંગુભાઈ બનીને આવી હતી. આ શોમાં બોની કપૂરે હાજરી આપી હતી. રેસલર સંગીતા ફોગાટે ‘મેરા હી જલવા’ ગીત પર કોરિયોગ્રાફર ભરત ઘરે સાથે ડાન્સ કર્યો હતો. આ પર્ફોર્મન્સ બાદ બોની કપૂરે કહ્યું કે ‘અમારી ‘વૉન્ટેડ’ની ઓરિજિનલ ફિલ્મ તેલુગુમાં હતી જેમાં મહેશ બાબુએ કામ કર્યું હતું. હું સલમાન ખાનની પાછળ પડ્યો હતો કે આ ફિલ્મ જુએ. હું સલમાનના ઘરે ગયો અને કહ્યું કે હું હવે પછી ક્યારેય એક પણ ઑફર લઈને નહીં આવું જો તું આ ફિલ્મ નહીં જુએ તો. તું ફક્ત આવ અને આ ફિલ્મ એક વાર જો. તેણે ફિલ્મ જોઈ અને તે કંઈ પણ બોલ્યા વગર જવા લાગ્યો. કાર પાસે જઈને તેણે થમ્સ અપ કર્યું. હું સમજી ગયો કે તેની હા છે અને ત્યાર બાદ ‘જલવા હી જલવા’ છે.’

jhalak dikhhla jaa entertainment news television news