મને ગર્વ છે કે હું હંમેશાં મમ્માઝ બૉય રહીશ

23 July, 2026 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૌરવ ખન્નાએ પોતાની મમ્મીના જન્મદિવસે લાગણીસભર પોસ્ટ શૅર કરીને તેમના પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો છે

ગૌરવ ખન્ના

ટીવી-ઍક્ટર ગૌરવ ખન્નાની મમ્મીનો મંગળવારે જન્મદિવસ હતો. આ ખાસ પ્રસંગે તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શૅર કરીને મમ્મી પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો છે અને લખ્યું છે કે તે હંમેશાં ‘મમ્માઝ બૉય’ રહેશે. 
ગૌરવે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘હવે શું કહું મમ્મી... દરેક માતા ખરેખર અદ્ભુત હોય છે. તે આપણને જીવન આપે છે, આપણું લાલન-પાલન કરે છે અને અખૂટ પ્રેમ તથા ધીરજ સાથે હંમેશાં આપણી સાથે ઊભી રહે છે. સારું ભોજન કરાવવાનું હોય, સારું ભણાવવાનું હોય, મુશ્કેલ દિવસ પછી આપણને સાંત્વન આપવું હોય કે પછી સફળતા અને નિષ્ફળતા બન્નેમાં આપણો ઉત્સાહ વધારવો હોય... તેમનો નિઃસ્વાર્થ પ્રેમ અને કાળજી એવી છે જેને આપણે ઘણી વાર સ્વાભાવિક માની લઈએ છીએ. દરરોજ તે કોઈને કોઈ રીતે આપણને પ્રેરણા આપે છે અને યાદ અપાવે છે કે પ્રેમની કોઈ મર્યાદા નથી. હું ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થતો હોઉં, પણ તને હંમેશાં ખબર હોય છે કે મને કઈ રીતે ખુશ કરવો. જ્યારે હું નિરાશ હોઉં છું ત્યારે તારા ક્યારેય ન બદલાતા પ્રેમની જ મને સૌથી વધુ યાદ આવે છે. કપરા સમયમાં મને હિંમત આપવા માટે તારી પાસે હંમેશાં યોગ્ય શબ્દો હોય છે.  મા, મને આજે જેવો બનાવ્યો છે એના માટે તારો દિલથી આભાર. મને ગર્વ છે કે હું હંમેશાં મારી માનો લાડકો દીકરો રહીશ. હંમેશાં એક મમ્માઝ બૉય. જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ, મમ્મી.’

gaurav khanna akanksha chamola tv show telly celebrity news indian television television news instagram social media