ક્રાઇમ પૅટ્રોલને હોસ્ટ કરવું રિફ્રેશિંગ લાગે છે દિવ્યાંકાને

04 January, 2021 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રાઇમ પૅટ્રોલને હોસ્ટ કરવું રિફ્રેશિંગ લાગે છે દિવ્યાંકાને

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠીને ‘ક્રાઇમ પૅટ્રોલ’ને હોસ્ટ કરવું રિફ્રેશિંગ લાગી રહ્યું છે. તે હાલમાં ‘ક્રાઇમ પૅટ્રોલ સતર્ક: વિમેન અગેઇન્સ્ટ ક્રાઇમ’માં જોવા મળી રહી છે. આ સ્પેશ્યલ સિરીઝમાં બળાત્કાર, છેડતી, હત્યા અને બાળકોનાં શોષણ પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે જેથી લોકોમાં સજાગતા લાવી શકાય. શો વિશે દિવ્યાંકાએ કહ્યું હતું કે ‘મારે આવો જ શો કરવાની ઇચ્છા હતી. જોકે કોરોનાને લીધે લૉકડાઉન લાગુ થયું. એ સમય દરમ્યાન તો હું હૅપી સ્પેસમાં હતી, કારણ કે મારે એક બ્રેકની જરૂર હતી. સાથે જ મારે ડેઇલી સોપ કરતા કંઈક અલગ કરવું હતું. ખરું કહું તો હું સોશ્યલ મીડિયામાં મહિલાઓને સજાગ કરતી અને સશક્તિકરણની અનેક પોસ્ટ શૅર કરતી હતી. હું આવું જ કામ કરવા માગતી હતી. લાગે છે લોકોને સાંભળવાની ભગવાનની રીત અલગ છે. મને ‘ક્રાઇમ પૅટ્રોલ’ની ઑફર મળી હતી. એ ખરેખર એક્સાઇટિંગ અને રિફ્રેશિંગ છે. આ શોના માધ્યમથી મારો ઉદ્દેશ મહિલાઓને સાવધાન કરવાનો અને આસપાસ ઘટતી ઘટનાઓ માટે જાગૃતિ ફેલાવવાનો છે.’

entertainment news indian television television news tv show divyanka tripathi